નવી મુંબઈમાં ધોળા દિવસે યુવતીની છેડતી કરનારા વિકૃત યુવકને પોલીસે થાણેથી પકડ્યો

30 May, 2026 08:44 AM IST  |  Navi Mumbai | Gujarati Mid-day Correspondent

યુવતીની ફરિયાદને પગલે પોલીસે ઍક્શન લીધી હતી

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

નવી મુંબઈના ઐરોલી વિસ્તારમાં રસ્તે ચાલતી બાવીસ વર્ષની એક યુવતીનો પીછો કરી, તેની છેડતી કરીને ભાગી ગયેલા ૨૧ વર્ષના વિકૃત યુવકની પોલીસે ધરપકડ કરી છે. રબાળે પોલીસે CCTV કૅમેરાનું ફુટેજ અને ટેક્નિકલ ઍનૅલિસિસના આધારે આરોપીને થાણેના કળવા વિસ્તારમાંથી પકડ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર ૨૬ મેએ સાંજે ૪.૩૦ વાગ્યે યુવતી તેની મિત્રના ઘરે જતી હતી ત્યારે બાઇક પર આવેલા આરોપીએ તેનો પીછો કર્યો હતો. ધોળા દિવસે જાહેર રસ્તા પર જ યુવતી નજીક બાઇક લાવીને તેણે અડપલાં કર્યાં હતાં અને બાદમાં બાઇક ફુલ સ્પીડમાં ભગાવીને નાસી છૂટ્યો હતો. યુવતીની ફરિયાદને પગલે પોલીસે ઍક્શન લીધી હતી. પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપી આ પહેલાં પણ આ જ રીતે અન્ય કેટલીક યુવતીઓની છેડતી કરી ચૂક્યો છે, જે અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

navi mumbai airoli sexual crime Crime News mumbai crime news mumbai police mumbai mumbai news