નરેન્દ્ર મોદીની ૭૬મી વર્ષગાંઠ : આશીર્વાદના દીવા પ્રગટ્યા બાણગંગાનાં પગથિયે, ગંગા આરતી થઈ

18 September, 2026 08:49 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ૭૬મી વર્ષગાંઠે બાણગંગાના કિનારે ‘આશીર્વાદ કા દિયા’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

તસવીર : આશિષ રાજે

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ૭૬મી વર્ષગાંઠે બાણગંગાના કિનારે ‘આશીર્વાદ કા દિયા’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મહારાષ્ટ્રના કૅબિનેટ મિનિસ્ટર મંગલ પ્રભાત લોઢાએ આ પ્રસંગે ખાસ ગંગા આરતીનું આયોજન કર્યું હતું. વડા પ્રધાનના વિઝન સમા વિકસિત ભારત 2047ને દીવાઓથી સજાવવામાં આવ્યું હતું. બાણગંગાના દરેક પગથિયે સેંકડો દીવડાઓ પ્રજ્વલિત કરીને લોકોએ વડા પ્રધાનના સ્વાસ્થ્યની કામના કરી હતી. બાણગંગાની નજીક આવેલા બિલ્ડિંગમાં પણ લોકોએ દીવા પ્રગટાવીને નરેન્દ્ર મોદીના જન્મદિવસે શરૂ થયેલા સેવા સંકલ્પ અભિયાનમાં હાજરી નોંધાવી હતી.

mumbai news mumbai narendra modi happy birthday religious places