✕

નરેન્દ્ર મોદીએ શરદ પવારને ફોન કરીને શું કહ્યું?

05 November, 2026 07:33 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નરેન્દ્ર મોદીએ શરદ પવારને ફોન કરીને કહ્યું...આરામ કરો. સુ‌‌પ્રિયા સુળે તૈયાર છે, દેશની બાબતો સંભાળવામાં અમારી મદદ કરી શકે છે

શરદ પવાર અને નરેન્દ્ર મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે સવારે નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી-શરદ પવાર (NCP-SP)ના નેતા શરદ પવારને ફોન કરીને તેમની તબિયત વિશે જાણકારી લીધી હતી અને તેમને સંપૂર્ણ આરામ કરવા વિનંતી કરી હતી.

પવારના નજીકના સાથી વિઠ્ઠલ મણિયારના જણાવ્યા અનુસાર નરેન્દ્ર મોદીએ તેમને કહ્યું હતું કે સુપ્રિયા સુળે તૈયાર છે અને દેશની બાબતોને સંભાળવામાં મદદ કરી શકે છે. શરદ પવારે નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે હું પહેલાંથી જ આરામ કરી રહ્યો છું, તમે બધા સાથે હોવાથી મને દેશની કોઈ ચિંતા નથી, સારું કામ ચાલુ રાખો.

પુણેની હૉસ્પિટલમાંથી રજા મળ્યા બાદ શરદ પવાર મુંબઈની હૉસ્પિટલમાં દાખલ
શરદ પવારને બુધવારે મુંબઈની બ્રીચ કૅન્ડી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પુણેની રૂબી  હૉલ મલ્ટિ-સ્પેશ્યલિટી હૉસ્પિટલમાંથી વધુ તપાસ માટે રજા મળ્યાના થોડા કલાકો બાદ જ તેમને મુંબઈ લાવવામાં આવ્યા હતા. શરદ પવારનાં પુત્રી સુપ્રિયા સુળેએ આ વિશે સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને માહિતી આપી હતી. 

mumbai news mumbai sharad pawar narendra modi supriya sule nationalist congress party breach candy pune news pune