ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટા (Ratan Tata)એ બુધવારે સાંજે મુંબઈમાં આવેલી બ્રીચ કેન્ડી હૉસ્પિટલમાં 86 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. તેમને ગંભીર સ્થિતિમાં સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું નિધન થઈ ગયું. આ સમાચારથી બિઝનેસ જગત સહિત આખા દેશમાં શોકનો માહોલ છે. રતન ટાટા એવું વ્યક્તિત્વ હતા, જેમના જેવું બની શકવું કોઈપણ વ્યક્તિના ગજા બહારની વાત છે. બિઝનેસ સેક્ટરમાં મોટું નામ હોવાની સાથે જ તેમની ઓળખ એક દરિયાદિલ શખ્સની પણ હતી, જેમના અનેક ઉદાહરણ જોવા મળી રહે છે.
10 October, 2024 03:18 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent