26 October, 2026 07:44 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે નવી મુંબઈમાં NAINA હેઠળનાં વિવિધ વિકાસકાર્યોનો પ્રારંભ અને ઉરણ બાયપાસ રોડના ઉદ્ઘાટન પ્રસંગે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્ય પ્રધાનો એકનાથ શિંદે તથા સુનેત્રા પવાર ઉપસ્થિત રહ્યાં હતાં.
નવી મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ નજીક પ્રસ્તાવિત નવી મુંબઈ ઍરપોર્ટ ઇન્ફ્લુઅન્સ નોટિફાઇડ એરિયા (NAINA) સિટી પ્રોજેક્ટ હેઠળ આશરે ૧૫ લાખ નવી નોકરીઓનું સર્જન થવાની અપેક્ષા છે, જેમાં પાંચ લાખ ઊંચા પગારવાળી નોકરીઓનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રવિવારે સ્પષ્ટતા કરી હતી કે આ તમામ રોજગારીની તકો પર સ્થાનિક યુવકો-યુવતીઓનો પ્રથમ અધિકાર રહેશે.
NAINAને થર્ડ મુંબઈ તરીકે ઓળખાવતાં મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે આ સુનિયોજિત અર્બન સેન્ટર આગામી ૫૦ વર્ષ સુધી મહારાષ્ટ્રના વિકાસ માટે એક મહત્ત્વપૂર્ણ ગ્રોથ-એન્જિન તરીકે ઊભરી આવશે.