25 April, 2026 11:15 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
મુંબઈની કિંગ એડ્વર્ડ મેમોરિયલ (KEM) હૉસ્પિટલ હવે કૌશલ્યશ્રેષ્ઠ એકલવ્ય મેમોરિયલ (KEM) હૉસ્પિટલ તરીકે ઓળખાશે. શુક્રવારે મળેલી BMCની હેલ્થ કમિટીની બેઠકમાં આ દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે.
સ્કિલ ડેવલપમેન્ટ મિનિસ્ટર મંગલ પ્રભાત લોઢાએ આ મુદ્દો ઉઠાવ્યો હતો. જોકે હૉસ્પિટલનું નવું નામ પણ KEM જ રહેશે, જેથી લોકોને બોલવામાં કે ટેક્નિકલ રીતે કોઈ મૂંઝવણ નહીં થાય. KEM હૉસ્પિટલની સ્થાપના અંદાજે ૧૦૦ વર્ષ પહેલાં કિંગ એડ્વર્ડ સાતમાની યાદમાં કરવામાં આવી હતી.
હેલ્થ કમિટીની મંજૂરી બાદ હવે આ પ્રસ્તાવ વહીવટી મંજૂરી માટે મ્યુનિસિપલ કમિશનર પાસે મોકલવામાં આવશે. ત્યાર બાદ BMCની જનરલ બૉડીની અંતિમ મહોર બાદ નામ બદલવાની પ્રક્રિયા સત્તાવાર રીતે પૂરી થશે.