મુંબઈમાં વરસાદ બાદ બીમારીઓ વધી: મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસમાં ધરખમ વધારો

15 August, 2024 08:43 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મળતી માહિતી મુજબ ગત વર્ષે (Mumbai Rains) મેલેરિયાના 555 દર્દીઓ મળી આવ્યા હતા અને દર્દીઓની સંખ્યા 1 હજાર 80 પર પહોંચી હતી. આ વર્ષે ડેન્ગ્યુના દર્દીઓની સંખ્યા 562 છે

પ્રતીકાત્મક તસવીર

મુંબઈમાં ચોમાસા દરમિયાન ભારે વરસાદ (Mumbai Rains) બાદ હવે અનેક બીમારીઓ ત્રાટકી છે. લોકો મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, ગેસ્ટ્રો અને H1N1 જેવા રોગોનો સતત શિકાર બની રહ્યા છે. આ રોગોથી પીડિત દર્દીઓની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે. ઑગસ્ટ 2023માં ગયા વર્ષની સરખામણીમાં ઑગસ્ટ 2024માં દર્દીઓની સંખ્યા વધુ છે. ચોમાસાની બીમારીના દર્દીઓની સંખ્યામાં આ વધારો 1લીથી 14મી ઑગસ્ટ દરમિયાન જોવા મળ્યો છે.

ગત વર્ષની સરખામણીએ દર્દીઓની સંખ્યામાં વધારો થયો

મળતી માહિતી મુજબ ગત વર્ષે (Mumbai Rains) મેલેરિયાના 555 દર્દીઓ મળી આવ્યા હતા અને દર્દીઓની સંખ્યા 1 હજાર 80 પર પહોંચી હતી. આ વર્ષે ડેન્ગ્યુના દર્દીઓની સંખ્યા 562 છે, ચિકનગુનિયાના કેસ 84 છે, જે ગયા વર્ષે 35 કેસ હતા. આ મહિને લેપ્ટોસ્પાયરોસિસના 172 કેસ, ગેસ્ટ્રોના 534 કેસ, હેપેટાઇટિસ (A અને E)ના 72 કેસ નોંધાયા છે. ઓગસ્ટ મહિનામાં H1N1 કેસમાં પણ વધારો થયો છે. જ્યારે ગત વર્ષે ઓગસ્ટ મહિનામાં એચ1એન1થી સંક્રમિત 116 લોકોની સરખામણીમાં 119 લોકો N1N1થી સંક્રમિત થયા હતા.

વરસાદ બાદ લોકો ચોમાસામાં બીમારીઓનો ભોગ બન્યા

મુંબઈમાં આ વર્ષે ઑગસ્ટની શરૂઆતમાં સારો વરસાદ (Mumbai Rains) થયો છે, જેના કારણે દર્દીઓની સંખ્યા વધી રહી છે. હવે ચોમાસાના વિરામને કારણે આગામી કેટલાક દિવસો સુધી દર્દીઓની સંખ્યામાં વધારો નહીં થાય. આમ છતાં ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે મુંબઈગરાઓ ચોમાસામાં થતી બીમારીઓથી વધુ પીડિત જણાય છે.

મુંબઈમાં કેવું રહેશે હવામાન?

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મુંબઈમાં આજે વાદળછાયું આકાશ રહેવાની શક્યતા છે અને મહત્તમ તાપમાન 28.17 સેલ્સિયસ રહેશે. આવતીકાલે 16 ઓગસ્ટે મહત્તમ તાપમાન 29.8 અને લઘુત્તમ તાપમાન 27.29 ડિગ્રી સેલ્સિયસ સુધી જઈ શકે છે. દિવસભર હળવાથી મધ્યમ વરસાદની પણ શક્યતા છે. 17 ઑગસ્ટે મહત્તમ તાપમાન 29.29 અને લઘુત્તમ તાપમાન 27.8 ડિગ્રી સેલ્સિયસ સુધી જઈ શકે છે. દિવસભર હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

મુંબઈમાં વરસાદને કારણે બીમારીઓ સહિત ખાડાઓનો પણ ત્રાસ

ગણેશોત્સવને હવે ત્રણ જ અઠવાડિયાં બાકી છે ત્યારે મુંબઈ અને થાણે સહિત રાજ્યભરમાં રસ્તામાં પડેલા ખાડા આધુનિક ટેક્નૉલૉજીનો ઉપયોગ કરીને ભરવાનો નિર્દેશ ગઈ કાલે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આપ્યો હતો. વરસાદને લીધે રસ્તાઓની ખરાબ હાલત અને ગણેશોત્સવ સંબંધી સ્થિતિ જાણવા અને ચર્ચા કરવા માટે ગઈ કાલે સાંજે ચાર વાગ્યે સહ્યાદ્રિ ગેસ્ટ હાઉસમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની સાથે નાયબ મુખ્ય અજિત પવાર સહિત વિવિધ વિભાગના વરિષ્ઠ અધિકારીઓની બેઠક થઈ હતી.

આ બેઠક બાદ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘ગણેશોત્સવ નજીક છે ત્યારે ચોમાસાને લીધે રસ્તામાં પડેલા ખાડા તાત્કાલિક ધોરણે આધુનિક ટેક્નૉલૉજીનો ઉપયોગ કરીને ભરવાનો નિર્દેશ સંબંધિતોને આપવામાં આવ્યો છે. ગણેશોત્સવની ઉજવણી ઇકો-ફ્રેન્ડ્લી કરવામાં આવે, મુંબઈ સહિત રાજ્યભરનાં શહેરોમાં ગણપતિની મૂર્તિના વિસર્જન માટે મોટા પ્રમાણમાં કૃત્રિમ તળાવ બનાવવામાં આવે એવી સૂચના આપી છે. ગણેશોત્સવમાં મોટી સંખ્યામાં ભક્તો મુંબઈ કે બીજાં શહેરોમાંથી તેમના વતન જાય છે ત્યારે તેમને ટોલમાં માફી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ તહેવારમાં ભક્તોની સુવિધા માટે અને કોઈ ગરબડ થાય તો તાત્કાલિક પહોંચી વળવા માટે હેલ્થ ટીમ, ઍમ્બ્યુલન્સ અને ફાયર-બ્રિગેડની ગાડીઓ મોટા સાર્વજનિક ગણેશોત્સવ મંડળ પાસે તહેનાત કરવામાં આવશે.

mumbai rains brihanmumbai municipal corporation news mumbai mumbai news