midday

નાગપુરના હિંસક રમખાણ બાદ અલર્ટ મુંબઈ પોલીસે અંધેરીમાં મૉક-ડ્રિલ કરી

24 March, 2025 01:54 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇમર્જન્સીમાં ગણતરીના સમયમાં પહોંચી વળવા માટે ૬૦થી ૭૦ પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનોએ એક્સરસાઇઝ કરી હતી.
પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

નાગપુરની હિંસામાં ઘાયલ થયેલા મુસ્લિમ યુવકનું મૃત્યુ થવાને પગલે મુંબઈ પોલીસ અલર્ટ થઈ ગઈ છે. આવતા અઠવાડિયે રમઝાન ઈદ અને ગુઢીપડવો સાથે છે એને ધ્યાનમાં રાખીને પોલીસે ગઈ કાલે અંધેરી-ઈસ્ટમાં આવેલા સંવેદનશીલ ગણાતા મરોલ મખવાનનગરમાં કાયદો અને સુરક્ષાની ચકાસણી કરવા માટે મૉક ડ્રિલ કરી હતી. ઇમર્જન્સીમાં ગણતરીના સમયમાં પહોંચી વળવા માટે ૬૦થી ૭૦ પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનોએ એક્સરસાઇઝ કરી હતી.

રમઝાન ઈદ અને ગૂડી પડવામાં મુંબઈમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ માટે મહત્ત્વનાં સ્થળોએ પોલીસની સિક્યૉરિટી વધારી દેવામાં આવી છે અને કોઈ અપ્રિય ઘટના ન બને એની તકેદારી રાખવામાં આવી રહી છે.

nagpur andheri eid gudi padwa festivals mumbai police news mumbai mumbai news