27 July, 2023 06:13 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
સરકાર દ્વારા આખા મુંબઈ શહેર(Mumbai)માં પાર્કિંગ માટે ઘણી જગ્યાઓ આરક્ષિત રાખવામાં આવી છે. આ પાર્કિંગ જગ્યાઓમાં ઘણી ખાનગી પે એન્ડ પાર્ક સુવિધાઓ પણ ઉપલબ્ધ છે, જે સરકારમાં નોંધાયેલ છે. પરંતુ આવી પાર્કિંગ જગ્યાઓ પર કેટલાક છેતરપિંડી કરનારઆ પણ છે. આ છેતરપિંડી કરનારા પૈસા કમાવવા માટે ગેરકાયદેસર પાર્કિંગ જગ્યાઓનો ઉપયોગ કરી રહ્યા છે.
મળતી માહિતી મુજબ પોલીસ અધિકારીઓએ દક્ષિણ મુંબઈમાં ઝવેરી બજાર (Zaveri Bazzar) અને ચિરા બજારમાં ગેરકાયદે ચલાવવામાં આવતી અનેક પાર્કિંગની જગ્યાઓ શોધી કાઢી હતી. એલટી માર્ગ પોલીસે કેટલાક પાર્કિંગ માલિકો સામે આ જ મુદ્દે કેસ નોંધ્યો છે. આવા પાર્કિંગ માલિકો વાહનચાલકો પાસેથી ફી વસૂલ કરીને અને તેમને ગેરકાયદે પાર્કિંગની જગ્યાઓ ઓફર કરીને છેતરપિંડી કરતા હતા.
આરોપીઓમાંથી એક રાજેશ કહાર ભુલેશ્વરના બગીચામાં સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતો હતો. તે નકલી પાર્કિંગ વિસ્તારના માલિક તરીકે પોતાને ઓળખાવતો હતો. મિતેશ જૈન નામના સોનીએ આ બાબતે ફરિયાદ નોંધાવી હતી. સોની દ્વારા ફરિયાદ નોંધાવ્યા બાદ આ આરોપી સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. તે ઝવેરી બજારના ઓરમ મોલમાં કામ કરે છે. તે ભુલેશ્વરના મુંબાદેવી ગાર્ડન પાસે પોતાની કાર પાર્ક કરતો હતો.
જો આ કેસની વાત કરવામાં આવે તો એલટી માર્ગ પોલીસ સ્ટેશનના એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, “2020થી જૈન અને તેના સહકાર્યકરોએ અહીં પાર્ક કરવા માટે દર મહિને ₹800ની રકમ ચૂકવી છે. અમને એ વાતની નવાઈ છે કે બિન-પરમિશનવાળા વિસ્તારોમાં પાર્કિંગ માટે અમે પાર્ક કરવા પૈસા ચૂકવતા હતા. અને અમને નકલી ઈ-ચલણ આપવામાં આવતી હતી.”
જૈન દ્વારા જ્યારે તપાસ હાથ ધરવામાં આવી ત્યારે તેમને જાણવા મળ્યું કે તેમનું ટુ-વ્હીલર જ્યાં પાર્ક થતી હતી તે વિસ્તારમાં પાર્કિંગની મનાઈ છે. ઘણીવાર તો ટ્રાફિક પોલીસે તેની કારને જપ્ત કરી હતી. પરંતુ જ્યારે પણ આવું થતું ત્યારે પાર્કિંગ એટેન્ડન્ટે તેમને એમ કહીને છેતરતો કે નજીકમાં વીઆઈપી પ્રવૃત્તિને કારણે આવું થયું છે.
આવી જ એક બીજી ઘટનાની વાત કરી તો એક ટ્રાન્સપોર્ટર સુરેન્દ્ર યાદવે LT માર્ગ પોલીસમાં મોહન લોખરે સામે ચિરા બજારમાં ડૉ. વીગાસ સ્ટ્રીટ પર ગેરકાયદેસર પાર્કિંગ ચલાવવા બદલ કેસ નોંધાવ્યો હતો.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે તે સુરેન્દ્ર યાદવપાસેથી દર મહિને રૂ. 500 વસૂલતો હતો. પોલીસ દ્વારા રાજેશ અને મોહન આ બંને સામે ભારતીય દંડ સંહિતાની કલમ 420 (છેતરપિંડી), મોટર વાહન અધિનિયમ 1988, મહારાષ્ટ્ર પોલીસ અધિનિયમ 1951 અને મોટર વ્હીકલ ડ્રાઇવિંગ રેગ્યુલેશન્સ 2017ની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.