29 April, 2026 12:24 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર : શાદાબ ખાન
મુંબઈ ઍરપોર્ટના ટર્મિનલ-ટૂ પર આવેલા મોટા નાળાની BMCના કામદારોએ ચકાસણી કરી હતી. કોઈ મૅનહોલ બ્લૉક છે કે નહીં એ જાણવા માટે આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
તસવીર : આશિષ રાજે
સી. પી. ટૅન્કના માધવબાગના શ્રી લક્ષ્મીનારાયણ મંદિરનો ગઈ કાલે ૧૫૧મો પાટોત્સવ હતો. એ નિમિત્તે ઠાકોરજીનો કેરી મનોરથ ઊજવાયો હતો. પાટોત્સવ નિમિત્તે સવારથી જ વેદ-મંત્રોચ્ચાર અને વિશેષ પૂજન થયા બાદ સાંજે ૫.૩૦ વાગ્યાથી કેરી મનોરથનાં દર્શન ખુલ્લાં મુકાયાં હતાં.