કફ પરેડથી આરે ડેપો સુધીનો પ્રવાસ હવે માત્ર એક કલાકમાં: મુંબઈ મેટ્રો લાઇન 3 શરૂ

08 October, 2025 07:36 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

એકવાર સંપૂર્ણ રીતે કાર્યરત થયા પછી, ઍક્વા લાઇન ૩ દરરોજ ૧૩ લાખ મુસાફરોને સેવા આપશે, જે કફ પરેડ અને આરે ડેપો વચ્ચેનો મુસાફરીનો સમય માત્ર એક કલાક ઘટાડશે. મુસાફરીના અંતરના આધારે ભાડું રૂ. 10 થી રૂ 60 ની વચ્ચે નક્કી કરવામાં આવ્યું છે.

મુંબઈ મેટ્રો ઍક્વા લાઈન 3નો ફેઝ 2બી સાથે સંપૂર્ણ કોરિડોર પૂર્ણ

મુંબઈગરાઓની સેવા અને સુવિધાઓમાં ઉમેરો કરતાં વધુ એક સીમાચિહ્નરૂપ ક્ષણમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે મુંબઈ મેટ્રો ઍક્વા લાઇન 3 (કોલાબા-બાન્દ્રા-સીપ્ઝ કોરિડોર)નું ઉદ્ઘાટન કર્યું. ચાલો જાણીએ તેની ખાસિયત અને તે કેવી રીતે મુંબઈની મુસાફરીને વેગ આપશે અને તેમના આસપાસના બીજા રેલવે સ્ટેશનો વિશે.

મુંબઈ મેટ્રો લાઇન 3: દક્ષિણ મુંબઈની પ્રથમ ભૂગર્ભ મેટ્રો

મુંબઈની પહેલી ભૂગર્ભ મેટ્રો ઍક્વા લાઇન કોરિડોર 27 સ્ટેશનો સાથે 33.5 કિમી સુધી ફેલાયેલી છે, જે દક્ષિણ મુંબઈમાં કફ પરેડને ઉત્તર મુંબઈમાં આરે ડેપો સાથે જોડે છે. આજે ઉદ્ઘાટન થયેલા ફેઝ 2B (આચાર્ય અત્રે ચોકથી કફ પરેડ) કુલ રૂ. 37,270 કરોડના ખર્ચે સમગ્ર કોરિડોર તૈયાર કરવામાં આવ્યો છે. છેલ્લા 10.99 કિમીના સ્ટ્રેચ પર જ રૂ. 12,200 કરોડનો ખર્ચ થયો છે. મેટ્રો લાઇન-3 નરીમન પોઈન્ટ, ફોર્ટ, કાલબાદેવી, આરબીઆઈ, બીએસઈ, વરલી, દાદર, ધારાવી અને બાન્દ્રા કુર્લા કૉમ્પ્લેક્સ જેવા મુખ્ય વ્યવસાયિક, વાણિજ્યિક અને વારસાગત કેન્દ્રો પરથી પસાર થાય છે. તે છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (T1 અને T2 ટર્મિનલ) ને સીધી મેટ્રો કનેક્ટિવિટી પણ પૂરી પાડે છે, જે હવાઈ મુસાફરો માટે પણ એક મોટી રાહત છે.

અહીં જુઓ તમામ 27 સ્ટેશનોની યાદી

મુખ્ય ઇન્ટરચેન્જ અને કનેક્ટિવિટી

કાલબાદેવી, ગિરગાંવ, આચાર્ય અત્રે ચોક, સાયન્સ મ્યુઝિયમ અને હુતાત્મા ચોક જેવા અન્ય મેટ્રો સ્ટેશનો પર જવા માટે મરીન લાઇન્સ, ગ્રાન્ટ રોડ અથવા ચર્નીરોડ અને મહાલક્ષ્મી જેવા પશ્ચિમ રેલવે સ્ટેશનો નજીક છે.

મુસાફરોને લાભ

એકવાર સંપૂર્ણ રીતે કાર્યરત થયા પછી, ઍક્વા લાઇન ૩ દરરોજ ૧૩ લાખ મુસાફરોને સેવા આપશે, જે કફ પરેડ અને આરે ડેપો વચ્ચેનો મુસાફરીનો સમય માત્ર એક કલાક ઘટાડશે. મુસાફરીના અંતરના આધારે ભાડું રૂ. 10 થી રૂ 60 ની વચ્ચે નક્કી કરવામાં આવ્યું છે. સેવાઓ દરરોજ સવારે ૫:૫૫ થી રાત્રે ૧૦:૩૦ વાગ્યા સુધી ચાલશે.

મુંબઈ વન ઍપ

મેટ્રો લાઈન ઉદ્ઘાટન સાથે, મોદીએ ‘મુંબઈ વન’ ઍપનું પણ અનાવરણ કર્યું, જે મુંબઈ મેટ્રો (લાઇન ૧, ૨એ, ૭, ૩), મોનોરેલ, નવી મુંબઈ મેટ્રો, બેસ્ટ બસો અને ઉપનગરીય રેલ સહિત ૧૧ પરિવહન ઓપરેટરોને એકીકૃત કરતું એક ડિજિટલ મોબિલિટી પ્લેટફોર્મ છે. આ ઍપ ડિજિટલ ટિકિટિંગ, કૅશલેસ પેમેન્ટ્સ અને મલ્ટિમોડલ ટ્રિપ પ્લાનિંગ ઓફર કરે છે, જેનો હેતુ ટિકિટોની લાઈન ઘટાડવા અને શહેરની મુસાફરીને સરળ બનાવવાનો છે.

mumbai metro mumbai metropolitan region development authority aarey colony chhatrapati shivaji maharaj terminus csmt churchgate mumbai news