15 December, 2022 10:47 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
નોકરી-ધંધા માટે નીકળેલા મુંબઈગરાને આજે ફરી લેટ માર્ક લાગે તેવી શક્યતા છે. મુંબઈ હાર્બર રેલવે લાઇન (Mumbai Harbour Local)ની લોકલ સેવા વહેલી સવારે ખોરવાઇ ગઈ છે. જુઇનગર (Juinagar) પાસે સિગ્નલ સિસ્ટમમાં ખામી સર્જાતા વાશી (Vashi)થી પનવેલ (Panvel) રૂટ પર લોકલ સેવા ઠપ થઈ ગઈ હતી, પરંતુ હવે ખામી દૂર કરવામાં આવી છે. જોકે હાર્બર રેલવે (Trains Running Late on Harbour Line) ટ્રાફિક હજુ પણ ખોરવાયેલો છે. આ લાઇન પર ટ્રેનો આજે પણ સમયથી મોડી દોડી રહી છે.
હાર્બર લાઇન પર ખરાબીની માહિતી મળતા જ રેલવે પ્રશાસને તાત્કાલીક નોંધ લીધી હતી અને ખામીનું સમારકામ કરાવ્યું હતું. જોકે હાર્બર રૂટ પરનો વાહનવ્યવહાર હજુ મોડો ચાલી રહ્યો છે. વહીવટીતંત્રે માહિતી આપી છે કે વિક્ષેપિત ઉપનગરીય રેલવે સેવાને પુનઃસ્થાપિત કરવામાં વિલંબ થશે. ખામી સુધારવા છતાં ઉપનગરીય ટ્રેન સેવાઓ 20થી 25 મિનિટ મોડી ચાલી રહી છે. હાર્બર રેલવે લાઇન પર લગભગ એક કલાક સુધી વાહનવ્યવહાર થંભી ગયો હતો. લોકલ સેવા ખોરવાઈ જવાના કારણે સવારે નોકરી પર જવા માટે ઉતાવળમાં રહેતા લોકોને ભારે ફટકો પડશે.
હાર્બર રેલવે ટ્રાન્સપોર્ટ લાઇન પર જુઇનગર સ્ટેશન પર સિગ્નલ ફેલ થવાને કારણે આજે વહેલી સવારે વાશીથી પનવેલ રૂટ પરની લોકલ સેવાઓ અટકાવી દેવામાં આવી હતી. આ ટેકનિકલ ખામીને કારણે હાર્બર રેલવેનું ટ્રાફિક શિડ્યુલ કંઈક અંશે પાછળ છે. હાર્બર રેલવે પર દોડતી કેટલીક ટ્રેનો મોડી દોડી રહી છે.
આ પણ વાંચો: ગોરેગામ-મુલુંડ લિન્ક રોડ પર આ બહાને ગેરકાયદે ધમધમી રહ્યાં છે બાર-રેસ્ટોરાં
મુંબઈ સહિત ઉપનગરીય વિસ્તારોમાં ઘણા મુસાફરો માટે પરિવહન માટે મુંબઈ લોકલ સૌથી સરળ અને ઝડપી વિકલ્પ છે. રેલવે પ્રશાસન દ્વારા આ ખામીને સુધારી લેવામાં આવી છે, પરંતુ હજુ પણ હાર્બર રેલવે મોડી દોડી રહી છે. જેથી સવારે ઓફિસે પહોંચવા માટે ઘરની બહાર નીકળતા નોકરિયાતોને માનસિક તાણ સહન કરવી પડશે.