01 November, 2024 11:11 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય - મિડ જર્ની)
મોડી રાત્રે મુંબઈમાં આગ લાગવાની (Mumbai Fire) ભયાવહ ઘટના સામે આવી હતી. એક ફ્લેટમાં આગ લગવાને કારણે પોતાનો જીવ બચાવવા ત્રણ વ્યક્તિઓએ પડતું મૂક્યું હતું. આ ત્રણેય વ્યક્તિઓને ગંભીર ઇજા થઈ છે.
દક્ષિણ મુંબઈમાં ગિરગાંવ ખાતેની એક ઈમારતના બીજા માળે આગ લાગવાની ઘટના બની હતી. આ આગ લાગ્યા બાદ ત્રણ વ્યક્તિઓએ છલાંગ મારીને પોતાનો જીવ બચાવવાની કોશિશ કરતાં તેઓ ઝખમી થતાં છે.
ચીરા બજાર વિસ્તારના હેમરાજ વાડીમાં ત્રણ માળની ઓશનિક બિલ્ડિંગમાં વહેલી સવારે લગભગ 3.20 વાગ્યાની આસપાસ આગ ફાટી (Mumbai Fire) નીકળવાની ઘટના બની હતી.
શા કારણોસર આગ લાગી હતી?
તમને જણાવી દઈએ કે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનો ખુલાસો પ્રાથમિક તપાસમાં થયો છે. થોડી ક જ વારમાં તો આગ આખા ફ્લેટમાં ફેલાઈ ગઈ હતી. જેમ જેમ આગે આખા ફ્લેટમાં પસરવાનું શરૂ કર્યું તેમ ફ્લેટની અંદર રહેલ ત્રણ વ્યક્તિઓએ પોતાનો જીવ બચાવવા માટે નીચે કૂદકો માર્યો હતો.
ત્રણેયને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા
Mumbai Fire: આ રીતે બીજે માળેથી નીચે કૂદકો મારતા જ તેઓને ઈજાઓ થઈ હતી, જેના પગલે તેઓને સિવિલ બૉડી દ્વારા સંચાલિત એવી નાયર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં તેઓની સારવાર કરવામા આવી હતી.
આ ત્રણેયની વ્યક્તિઓની ઓળખ કાર્તિક માઝી, દીપેન્દ્ર મંડલ અને ઉપ્પલ મંડલ તરીકે કરવામાં આવી છે. અત્યારે તો પ્રાથમિક સારવાર બાદ તેઓને જવા દેવામાં આવ્યા હતા, એમ અહેવાલ મળી રહ્યા છે.
વસઇમાં એક ગાળામાં આગ લાગતાં મચી અફરાતફરી
મુંબઈના વસઈમાંથી પણ આગ લાગવાની (Mumbai Fire) એક ઘટના સામે આવી હતી, જેમાં વાસઈના સાથીવાલી ખાતે આવેલી લક્ષ્મી ઇન્ડસ્ટ્રીઝના એક ગાળામાં આગ લાગી હતી. થોડીક જ વારમાં આગે આખા જ ગાળાને પકડી લીધો હતો, અને આ આગ વિકરાળ બવની હતી. જોકે, આ આખા ગાળામાં પ્લાસ્ટિકની સામગ્રી ભરવામાં આવી હતી. જેને કારણે આ આગે ભયાનક સ્વરૂપ ધારણ કરી લીધું હતું.
સદનસીબે આ આઆગમાં કોઈ જાનહાની થઈ હોવાના અહેવાલ સામે આવ્યા નથી. પણ કંપનીના આ ગાળામાં રહેલો તમામ માલ બળીને ભડથું થઈ ગયો હતો. આગનું કારણ હજુ સુધી ક્લિયર થયું નથી. આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. પરંતુ પ્રાથમિક તપાસ અને અનુમાન લગવામાં આવતાં એવું જાણવા મળ્યું છે કે આ આગ ફટાકડાંના કારણે લાગી હતી, અત્યારે દિવાળીનો માહોલ છે ત્યારે ક્યાંક ફટાકડા સલગવાને કારણે આ આગ લાગી હશે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. વસઈ-વિરાર નગરપાલિકાના આગનિશામક દળના કર્મચારીઓએ આગ પર કાબૂ મેળવી લીધો છે અને હાલ કૂલિંગનું કામ કરવામાં આવી રહ્યું છે.