Mumbai DRIએ મુંબઈ ઍરપોર્ટ પર કેન્યાની ‘લૅડી સ્મગલર્સ’ને દબોચી- ૩૮ કરોડનું ગોલ્ડ જપ્ત

10 April, 2026 02:59 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Mumbai DRI: કેન્યાના નૈરોબીથી આવતી કેટલીક મહિલાઓ તેમની સાથે છૂપી રીતે ગોલ્ડ લાવી રહી હોવાની ગુપ્ત માહિતી મળી હતી. આ માહિતી મળ્યા બાદ નૈરોબીથી મુંબઈ પહોંચેલી ૨૪ વિદેશી મહિલાઓને રોકવામાં આવી હતી.

પ્રતીકાત્મક તસવીર

મુંબઇ એરપોર્ટ પરથી ૨૪ કેનિયન મહિલાઓને દબોચી લેવામાં આવી છે. આ મહિલાઓ એક મોટા સોનાની તસ્કરીના રેકેટ (Mumbai DRI) સાથે સંકયાળેલી હતી. તેમની પાસેથી ૩૭.૭૪ કરોડ રૂપિયાનું ગોલ્ડ પણ જપ્ત કરવામાં આવ્યું છે.

મુંબઈ ઝોનલ યુનિટની સૌથી મોટી કાર્યવાહી

પ્રાપ્ત રિપોર્ટ્સ અનુસાર કેન્યાના નૈરોબીથી આવતી કેટલીક મહિલાઓ તેમની સાથે છૂપી રીતે ગોલ્ડ લાવી રહી હોવાની ગુપ્ત માહિતી મળી હતી. આ માહિતી મળ્યા બાદ નૈરોબીથી મુંબઈ પહોંચેલી ૨૪ વિદેશી મહિલાઓને રોકવામાં આવી હતી.  તપાસ દરમિયાન તેમની પાસેથી 25.10 કિલો સોનાની ઇંટો અને 4.27 કિલો સોનાના દાગીના મળી આવ્યા હતા. ડીઆરઆઈના મુંબઈ ઝોનલ યુનિટ (Mumbai DRI) દ્વારા બુધવારે `ઓપરેશન ધાબુ બ્લિટ્ઝ` ચલાવવામાં આવ્યું હતું. આ જ મિશનના ભાગરૂપે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ ઓપરેશનને આ વર્ષનું સૌથી મોટું ઓપરેશન માનવામાં આવે છે. ડીઆરઆઈના મુંબઈ ઝોનલ યુનિટ દ્વારા બુધવારે `ઓપરેશન ધાબુ બ્લિટ્ઝ` ના ભાગરૂપે આ મહિલાઓને ગોલ્ડની દાણચોરી કરતી પકડી હતી. મુંબઇ ઝોનલ યુનિટની આ બહુ જ મોટી કાર્યવાહી કરવામાં આવે છે. આ કાર્યવાહી મુંબઈ એરપોર્ટ પરની આ વર્ષની સૌથી મોટી કાર્યવાહીમાંથી એક હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. તમને જણાવી દઈએ કે ગોલ્ડને સ્વાહિલી ભાષામાં `ધાબુ`  કહેવામાં આવે છે.

આરોપી મહિલાઓને ગોલ્ડને સંતાડવાની ટ્રેનિંગ આપવામાં આવી હતી

અધિકારીઓ (Mumbai DRI) જણાવી રહ્યા છે કે જે રીતે આ મહિલાઓને ગોલ્ડને સંતાડવાની અને ચેકિંગમાંથી છટકી જવા માટેની ટ્રેનિંગ આપવામાં આવી હતી. એ બાબત એરપોર્ટની સુરક્ષામાં ભંગ પાડવા માટે આવા વાહકોનો ઉપયોગ કરતી સુનિયોજિત સિંડિકેટ તરફ નિર્દેશ કરે છે.  આ સમગ્ર કાર્યવાહીમાં એક મોટા દાણચોરીના સિંડિકેટમાં સપડાયેલા સુદાની અને કેન્યાના નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે. આ મહિલાઓમાં મુખ્યત્વે વૃદ્ધ મહિલાઓ હોય છે કે જે સામાન્ય રીતે ચોરીછૂપેથી દાણચોરી કરવામાં ફાવી જાય છે. તપાસના સમયે પણ આવી મહિલાઓ આસાનીથી છટકી જતી હોય છે. 

રેકેટમાં કોણ કોણ સંડોવાયેલું છે તે વધુ તપાસ બાદ સામે આવશે 

મહિલાઓને પકડીને તેઓની તપાસ (Mumbai DRI) કરવામાં આવી હતી. તપસમાં જાણવા મળ્યું છે કે આ મહિલાઓને ગોલ્ડને સંતાડવાની અને સુરક્ષા તપાસથી બચવા માટેની તાલીમ આપવામાં આવી હતી. એટલે કે આ આખા કાવતરામાં કોઈ મોટી ગેંગ છે.  આ ગેંગની લિંકની શોધ કરવામાં આવી રહી છે. ધરપકડ કરાયેલી મહિલાઓને કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. બાદમાં તમામ આરોપીઓને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા હતા. અધિકારીઓ જણાવી રહ્યા છે કે હાલમાં આ સમગ્ર રેકેટમાં કોણ કોણ સંડોવાયેલું છે અને આખા કાવતરામાં મુખ્ય આરોપી કોણ છે તેઓને પકડવા માટે વધુ તપાસ ચાલી રહી છે.

mumbai news mumbai mumbai customs mumbai airport Crime News mumbai crime news mumbai police