રિક્ષા અને ટૅક્સી-ડ્રાઇવરો મરાઠી ટેસ્ટ વિરુદ્ધ હાઈ કોર્ટનાં દ્વાર ખટખટાવશે

18 April, 2026 10:34 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વકીલ ફૈયાઝ શેખે ગુરુવારે ટ્રાન્સપોર્ટ મિનિસ્ટરને નોટિસ મોકલીને આ આદેશને મનસ્વી અને ગેરબંધારણીય ગણાવ્યો હતો

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

મહારાષ્ટ્ર સરકાર દ્વારા પહેલી મેથી રિક્ષા અને ટૅક્સી-ડ્રાઇવરો માટે મરાઠી ભાષાનું જ્ઞાન ફરજિયાત બનાવવાના નિર્ણયને મુંબઈ રિક્ષામેન્સ યુનિયન અને એક વકીલે બૉમ્બે હાઈ કોર્ટમાં પડકારવાની ચીમકી આપી છે.

વકીલ ફૈયાઝ શેખે ગુરુવારે ટ્રાન્સપોર્ટ મિનિસ્ટરને નોટિસ મોકલીને આ આદેશને મનસ્વી અને ગેરબંધારણીય ગણાવ્યો હતો. તેમણે માગણી કરી છે કે આગામી ૧૫ દિવસમાં આ આદેશને પાછો ખેંચવામાં આવે નહીં તો તેઓ હાઈ કોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરશે તેમ જ રાજ્યવ્યાપી આંદોલનની તૈયારી પણ યુનિયનોએ દર્શાવી હતી.

maharashtra news maharashtra maharashtra government mumbai mumbai news bombay high court mumbai high court