midday

એકા એક 100 કોકેનની કેપ્સ્યુલ્સ ગળી ગઈ મહિલા, મુંબઈ એરપોર્ટ પરથી થઈ ધરપકડ

03 March, 2025 07:05 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Mumbai Airport Drug smuggling: મહિલાના જીવ પર આવેલા જોખમને જોઈને, અધિકારીઓએ તેને તાત્કાલિક સરકારી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. હાલમાં તે ડૉકટરોની દેખરેખ હેઠળ છે, મહિલાના શરીરમાંથી કાળજીપૂર્વક 100 કેપ્સ્યુલ કાઢવામાં આવ્યા હતા.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

દેશના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ડ્રગ્સ, સોનું સહિત હીરા જેવી અનેક મોંઘી વસ્તુઓની દાણચોરી કરતાં અનેક લોકોને સુરક્ષા રક્ષકો દ્વારા પકડી પાડવામાં આવ્યા છે. જોકે હાલમાં જ મુંબઈ એરોપ્ર્ત પર વિચિત્ર પ્રકારે ડ્રગ્સની દાણચોરી કરનારી મહિલાની ધરપકડ કરવામાં આવી હતી. નાર્કોટિક્સ ડ્રગ્સની દાણચોરી સામે કડક કાર્યવાહી કરી રહેલા ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) એ એક બ્રાઝિલિયન મહિલાની ધરપકડ કરી છે. પોલીસનું કહેવું છે કે મહિલાએ કોકેનવાળા 100 કેપ્સ્યુલ ગળી લીધા હતા. તે ભારતમાં ડ્રગ્સની દાણચોરી કરવાનો પ્રયાસ કરી રહી હતી. આ કેપ્સ્યુલ્સમાં કુલ ૧,૦૯૬ ગ્રામ કોકેન હતું, જેની બજાર કિંમત ૧૦.૯૬ કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.

સમાચાર એજન્સીએ આપેલી માહિતી મુજબ, DRI અધિકારીઓએ જણાવ્યું હતું કે તેમને ગુપ્ત માહિતી મળી હતી કે સાઓ બ્રાઝિલના પાઉલોથી મુંબઈ આવી રહેલી એક મહિલા મુસાફર ડ્રગ્સની દાણચોરીમાં સામેલ હોઈ શકે છે. આ માહિતીના આધારે, અધિકારીઓએ મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર મહિલાની અટકાયત કરી હતી અને શરૂઆતની તપાસ દરમિયાન તેની પાસેથી કંઈ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી, પરંતુ જ્યારે અધિકારીઓએ તેની કડક પૂછપરછ કરી, ત્યારે તેણે કોકેન ભરેલા કેપ્સ્યુલ્સ ગળી ગયાની કબૂલાત કરી હતી.

મહિલાના જીવ પર આવેલા જોખમને જોઈને, અધિકારીઓએ તેને તાત્કાલિક સરકારી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. હાલમાં તે ડૉકટરોની દેખરેખ હેઠળ છે, મહિલાના શરીરમાંથી કાળજીપૂર્વક 100 કેપ્સ્યુલ કાઢવામાં આવ્યા હતા, જેમાં કુલ 1.096 કિલો ગ્રામ જેટલું કોકેન મળી આવ્યું હતું. આ એક ખૂબ જ ખતરનાક પદ્ધતિ છે, કારણ કે જો કેપ્સ્યુલ ફાટી જાય, તો વ્યક્તિનું મૃત્યુ થઈ શકે છે.

ડીઆરઆઈ અધિકારીઓએ જણાવ્યું હતું કે મહિલાની નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (એનડીપીએસ) એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી છે અને તેની વધુ તપાસ ચાલુ છે. હવે એ જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે શું આ મહિલા કોઈ મોટા ડ્રગ સિન્ડિકેટનો ભાગ છે અને ભારતમાં આવા નશીલા પદાર્થો સપ્લાય કરવાની યોજના કોના નિર્દેશ પર બનાવવામાં આવી હતી.

નિષ્ણાતોનું કહેવું છે કે ડ્રગ્સની દાણચોરીની `બોડી કેરિયર` પદ્ધતિ અત્યંત જોખમી છે જોકે તે સામાન્ય પણ બની રહી છે. આ પદ્ધતિમાં, દાણચોરો કેપ્સ્યુલમાં ડ્રગ્સ ભરીને ગળી જાય છે અને કોઈ પણ શંકા વિના સુરક્ષા તપાસ પાર કરવાનો પ્રયાસ કરે છે. આ કિસ્સામાં, તપાસ એજન્સીઓ હવે મહિલાના નેટવર્ક અને ડ્રગ્સના સ્ત્રોતને શોધવાનો પ્રયાસ કરશે.

બીજા કિસ્સાઓમાં મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પરથી કસ્ટમ્સે ૨૮થી ૩૧ જાન્યુઆરી દરમ્યાન ડ્ર્ગ્સ, દાણચોરીનું સોનું અને દાણચોરીના હીરા સહિત કુલ બાવન કરોડ રૂપિયાથી વધુની માલમતા ઝડપી લીધી હતી. આ સંદર્ભે ૬ કેસ નોંધી ૮ જણની ધરપકડ કરવામાં આવી હતી.

mumbai airport chhatrapati shivaji international airport brazil Narcotics Control Bureau anti-narcotics cell mumbai crime news Crime News mumbai news