Mumbai-Ahmedabad Bullet Train પ્રોજેક્ટે પકડી રફતાર, 394 મીટર લાંબી ટનલનું કામ પૂરું

27 May, 2024 02:56 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Mumbai-Ahmedabad Bullet Train: ADIT માટે ખોદકામનું 6 ડિસેમ્બર, 2023ના રોજ શરૂ થયું હતું તેમ જ 394 મીટરની સમગ્ર લંબાઈ સુધીનું કામ છ મહિના સુધી ચાલ્યું

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનની પ્રતીકાત્મક તસવીર

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ (Mumbai-Ahmedabad Bullet Train)ને લઈને નવા અપડેટ સામે આવ્યા છે. તમને જણાવી દઈએ કે નેશનલ હાઈ-સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા એવા અહેવાલ સામે આવ્યા છે કે મુંબઈમાં 394-મીટર લાંબી ટનલ માટે ખોદકામનું કામ થઈ જવા પામ્યું છે.

આ સાથે જ આ મહત્વના પ્રોજેક્ટ વિશે એવી પણ માહિતી સામે આવી છે કે ઘનસોલી ખાતે વધારાની સંચાલિત મધ્યવર્તી ટનલ (ADIT)નું કામ પૂર્ણ થઈ જવાને કારણે મહારાષ્ટ્રમાં બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ અને શિલફાટા વચ્ચે 21 કિમી લાંબી ટનલનું નિર્માણ ઝડપી બની શકશે.

ક્યારે આ ખોદકામ શરૂ થયું હતું?

તમને જણાવી દઈએ કે ADIT માટે ખોદકામનું 6 ડિસેમ્બર, 2023ના રોજ શરૂ થયું હતું તેમ જ 394 મીટરની સમગ્ર લંબાઈ સુધીનું કામ છ મહિના સુધી ચાલ્યા કર્યું હતું. હવે આ કામ પૂરું થઈ ગયું છે. આ ટનલ મુખ્ય ટનલના નિર્માણમાં મહત્વનો ભાગ ભજવશે. આ ટનલ 21 કિમી લાંબી છે. આમાં અંડરસી ટનલ 7 કિલોમીટર જેટલી લાંબી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

ક્યારે આ પ્રોજેક્ટના શ્રીગણેશ થવાના છે?

તમને જણાવી દઈએ કે આ સમગ્ર પ્રોજેક્ટ (Mumbai-Ahmedabad Bullet Train) વર્ષ 2026માં શરૂ થાય તેવું કહેવામાં આવી રહ્યું છે. આ પ્રોજેક્ટ ખાસ કરીને બે મહત્વના શહેરો વચ્ચેનું અંતર ઓછું કરશે. આ સાથે તમને જણાવી દઈએ કે કુલ રૂ. 1,08,000 કરોડના ખર્ચે આ ટનલ બાંધવામાં આવી છે. આ પ્રોજેક્ટની શરૂઆતના થઈ ત્યારથી જ ખાસ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર પ્રોજેક્ટ (Mumbai-Ahmedabad Bullet Train)નો કુલ ખર્ચ ₹1.08 લાખ કરોડનો છે, અને શેરહોલ્ડિંગ પેટર્ન મુજબ, કેન્દ્ર સરકારે NHSRCLને ₹10,000 કરોડ ચૂકવવાના છે, જ્યારે આ પ્રોજેક્ટમાં સામેલ બે મહત્વના રાજ્યો ગુજરાત અને મહારાષ્ટ્ર પ્રત્યેકને ₹5,000 કરોડ ચૂકવવાના છે.

આ પ્રોજેક્ટ મુદ્દે NHSRCLએ માહિતી આપી છે કે બીકેસી ખાતેના મુંબઈ બુલેટ ટ્રેન સ્ટેશનથી શિલફાટા સુધીની 21 કિમી લાંબી ટનલ સાથે સંબંધિત બાંધકામ પ્રવૃત્તિઓ ઝડપી ગતિએ ચાલી રહી છે. આ ટનલનો લગભગ 7 કિમીનો વિસ્તાર થાણે ક્રીક (ઇન્ટરટાઇડલ ઝોન) પર સમુદ્રની નીચે હશે.

ઘણસોલી નજીક બીકેસી, વિક્રોલી અને સાવલી ખાતે ત્રણ શાફ્ટ નિર્માણાધીન છે, અને તે TBM દ્વારા 16 કિમી લાંબી ટનલના નિર્માણમાં સુવિધા આપશે, એવી પણ માહિતી આપવામાં આવી છે.

અશ્વિની વૈષ્ણવ દ્વારા પ્રોજેક્ટનો વિડીયો શેર કરવામાં આવ્યો છે 

Mumbai-Ahmedabad Bullet Train: તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ એક્સ પર અશ્વિની વૈષ્ણવ દ્વારા 56-મીટર ઊંડા વિક્રોલી શાફ્ટ-2ની તસવીરો પોસ્ટ કરવામાં આવી હતી. બે ટનલનું કામ કરવામાં આવનાર છે. એક TBM બીકેસી સ્ટેશનના પૂર્વ છેડે શાફ્ટ-1 તરફ જશે, જ્યારે બીજી નવી મુંબઈના સાવલીમાં શાફ્ટ-3 તરફ આગળ વધશે.

mumbai news mumbai ahmedabad bullet train navi mumbai