ભાઈંદર-ઈસ્ટમાં ભીષણ આગમાં થયા મલ્ટિપલ સિલિન્ડર-બ્લાસ્ટ, ૩નાં મોત

12 April, 2026 08:54 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભાઈંદર-ઈસ્ટના ઇન્દ્રલોક વિસ્તારની બાજુમાં આવેલી ઝૂંપડપટ્ટીમાં શુક્રવારે રાતે ૮.૩૦ વાગ્યે ભીષણ આગ ફાટી નીકળી હતી

ઘટનાસ્થળનું દૃશ્ય

ભાઈંદર-ઈસ્ટના ઇન્દ્રલોક વિસ્તારની બાજુમાં આવેલી ઝૂંપડપટ્ટીમાં શુક્રવારે રાતે ૮.૩૦ વાગ્યે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ આગમાં ૩૦થી ૩૫ ઝૂંપડાં સળગીને ખાખ થઈ ગયાં હતાં. આગ લાગ્યા બાદ ગૅસ-સિલિન્ડરના મલ્ટિપલ બ્લાસ્ટ થયા હતા. આગે થોડી જ વારમાં વિકરાળ રૂપ પકડી લીધું હતું. ફાયર-બ્રિગેડના એક ઑફિસરે કહ્યું હતું કે તેમની ટીમે ૨૪ જેટલાં ગૅસ-સિલિન્ડર આગથી દૂર કર્યાં હતાં, જેમાં કેટલાંક ભરેલાં હતાં અને કેટલાંક ખાલી હતાં. આ આગમાં ૩ લોકોનાં મોત થયાં હતાં. તેમનાં શરીર એ હદે દાઝી ગયાં હતાં કે તેમની ઓળખ થઈ શકી નહોતી. આગ ચોક્કસ કયાં કારણોસર લાગી એ જાણી શકાયું નહોતું.

mumbai news mumbai bhayander mumbai fire brigade fire incident