24 December, 2024 10:50 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવેથી BKC માત્ર ૧૫ મિનિટમાં પહોંચી શકાશે
મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA) દ્વારા બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ (BKC)માં આવેલા સિક્યૉરિટી ઍન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા (SEBI)ના બિલ્ડિંગથી ઍવન્યુ-5ને કનેક્ટ કરતા ૧૮૦ મીટર લંબાઈના રસ્તાને પબ્લિક માટે ગઈ કાલે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. સાડાત્રણ મહિનામાં આ કામ પૂરું કરી દેવામાં આવ્યા બાદ જૉઇન્ટ મેટ્રોપૉલિટન કમિશનર રાધાવિનોદ શર્મા અને મુંબઈ પોલીસના (ટ્રાફિક) ઍડિશનલ કમિશનર અનિલ કુંભારેએ આ રસ્તો સામાન્ય લોકો માટે ખૂલ્લો મૂક્યો હતો. MMRDAના જણાવ્યા મુજબ આ નવો રસ્તો ઓપન થવાથી BKC વન જંક્શન અને BKC કનેક્ટર જંક્શન પર થતી ટ્રાફિકની સમસ્યામાં રાહત મળશે. આ નવા રૂટથી ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવેથી BKC માત્ર પંદર મિનિટમાં પહોંચી શકાશે.