અટલ સેતુ પર પૅચવર્ક શરૂ કરવામાં આવ્યું

23 June, 2024 08:49 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઉલવેથી મુંબઈ તરફના રસ્તામાં વાહનવ્યવહારને અસર ન થાય એવી રીતે કામ કરવામાં આવી રહ્યું છે.

પૅચવર્ક

ભારતના સૌથી લાંબા સી-​બ્રિજ અટલ સેતુના અપ્રોચ રોડ પર ચાર મહિનામાં જ તિરાડ પડી હોવાનો વિવાદ થયા બાદ આ બ્રિજનું સંચાલન કરતી મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA)એ ગઈ કાલે જે જગ્યાએ ડામર ઊખડી ગયો છે કે તિરાડ પડી છે ત્યાં મોટા પાયે પૅચવર્ક શરૂ કર્યું હતું. અટલ સેતુમાં રોલર ફેરવીને ગઈ કાલે કામ કરવામાં આવ્યું હતું. MMRDAના પ્રવક્તાના જણાવ્યા મુજબ અટલ સેતુના મેઇન રોડ નહીં પણ અપ્રોચ રોડના કિનારા પાસે કેટલીક જગ્યાએ ડામર ઊખડી ગયો હતો તો કેટલીક જગ્યાએ નાની તિરાડ પડી હતી ત્યાં પૅચવર્ક શરૂ કરી દેવામાં આવ્યું છે. ઉલવેથી મુંબઈ તરફના રસ્તામાં વાહનવ્યવહારને અસર ન થાય એવી રીતે કામ કરવામાં આવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે નવા જ બાંધવામાં આવેલા અટલ સેતુમાં તિરાડ પડી ગઈ હોવાનું જાણ્યા બાદ વિરોધ પક્ષોએ રાજ્ય અને કેન્દ્ર સરકાર પર પસ્તાળ પાડીને આકરી ટીકા કરી હતી. 

mumbai news mumbai atal setu mumbai metropolitan region development authority