ભુલેશ્વરના શ્રી ગૌરીશંકર મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રિની ઉજવણી

08 March, 2024 07:49 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૧૯૦, ભુલેશ્વર રોડના જશવંત બિલ્ડિંગમાં આવેલા પ્રસિદ્ધ શ્રી ગૌરીશંકર મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રિ નિમિત્તે આજે આખો દિવસ પૂજા, અર્ચના અને મહાદેવજીની અનન્ય ભક્તિ કરવામાં આવશે.

મહાશિવરાત્રી 2024 (તસવીર સૌજન્ય પિક્સાબે)

૧૯૦, ભુલેશ્વર રોડના જશવંત બિલ્ડિંગમાં આવેલા પ્રસિદ્ધ શ્રી ગૌરીશંકર મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રિ નિમિત્તે આજે આખો દિવસ પૂજા, અર્ચના અને મહાદેવજીની અનન્ય ભક્તિ કરવામાં આવશે. સવારે ૬થી બપોરે ૧૨ સુધી પખાલ પૂજા, બપોરે ૧૨થી સાંજે ૬ સુધી પંચવક્ર પૂજા અને સાંજે ૬થી રાત્રે ૧૨ સુધી ચાર પ્રહરની વિશેષ પૂજા કરવામાં આવશે. સમગ્ર મંદિરને રંગબેરંગી રોશની અને ફૂલોથી શણગારવામાં આવશે. 

mumbai news mahashivratri shiva temple shiva mumbai