પ્રા​ઇવેટ પ્લેસમેન્ટ એજન્સીઓ માટે હવે સરકારી રજિસ્ટ્રેશન ફરજિયાત

27 March, 2025 02:20 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અંતર્ગત તેમણે બન્ને ગૃહમાં મહારાષ્ટ્ર ખાનગી રોજગાર એજન્સી (નિયમન) બિલ, ૨૦૨૫ રજૂ કર્યું હતું જે બન્ને ગૃહમાં પાસ થઈ ગયું છે

મંગલ પ્રભાત લોઢા

અનેક યુવાનો ભણી લીધા બાદ સારી નોકરી મે‍ળવવા પ્રાઇવેટ પ્લેસમેન્ટ એજન્સીઓમાં નામ નોંધાવતા હોય છે. જોકે એ માટે પૈસા ભર્યા પછી પણ તેમને એજન્સીઓ દ્વારા નોકરી મેળવી અપાતી નથી અને તેમની સાથે ઘણી વાર છેતરપિંડી પણ થતી હોય છે. એથી એ રોકવા હવે મહારાષ્ટ્ર સરકારે મહત્ત્વનું પગલું લીધું છે. મહારાષ્ટ્ર રાજ્યના કૌશલ્ય, રોજગાર, ઉદ્યોગ સાહસિકતા અને નવીનતા ખાતાના પ્રધાન મંગલ પ્રભાત લોઢાએ યુવાનોના કૌશલ્ય વિકાસ અને રોજગાર માટે અત્યાર સુધી અનેક નિર્ણય લીધા છે એ અંતર્ગત તેમણે બન્ને ગૃહમાં મહારાષ્ટ્ર ખાનગી રોજગાર એજન્સી (નિયમન) બિલ, ૨૦૨૫ રજૂ કર્યું હતું જે બન્ને ગૃહમાં પાસ થઈ ગયું છે. આ બિલની જોગવાઈ હેઠળ દરેક પ્રાઇવેટ પ્લેસમેન્ટ એજન્સીએ હવે ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવું પડશે.

મંગલ પ્રભાત લોઢાએ કહ્યું હતું કે ‘આ બિલના કારણે રાજ્યમાં નોકરી શોધનારાઓ માટે એક સુરક્ષિત અને વધુ પારદર્શક વ્યવસ્થા બની શકશે. આ બિલને કારણે નકલી ભરતી પ્રક્રિયાઓ અને બેરોજગારો સાથે થતી છેતરપિંડી થતી રોકવા માટેનાં પગલાં લઈ શકાશે, યુવાનોના રોજગાર હિતનું રક્ષણ થઈ શકશે. આ કાયદો ખાનગી પ્લેસમેન્ટ એજન્સીઓ પર નિયંત્રણ મૂકશે. હવે દરેક પ્રાઇવેટ પ્લેસમેન્ટ એજન્સીએ સરકારના રજિસ્ટર્ડ માળખા હેઠળ કામ કરવું પડશે જે એમાં પારદર્શકતા લાવશે અને યુવાનો એના પર વિશ્વાસ મૂકી શકશે.’

કાયદામાં શું છે જોગવાઈઓ?

maharashtra maharashtra news news jobs jobs in india mumbai mumbai news