એકેય વિધાનસભ્ય નથી, પણ MNSના નેતાઓને નવી સરકારમાં સામેલ થવું છે

27 November, 2024 12:28 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇલેક્શન પહેલાં MNSના પ્રેસિડન્ટ રાજ ઠાકરેએ જાહેરમાં કહ્યું હતું કે BJPની સરકાર આવી રહી છે અને MNS આ સરકારમાં સામેલ હશે

ફાઇલ તસવીર

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના નેતાઓની બેઠકમાં મહાયુતિની સાથે સરકારમાં જોડાવાનું આહવાન પાર્ટીના નેતાઓએ રાજ ઠાકરેને કર્યું હતું. નવાઈની વાત એ છે કે MNSનો એક પણ નેતા ચૂંટાઈને ન આવ્યો હોવાથી અત્યારે તેમની સામે પ્રશ્ન MNSની અધિકૃત પાર્ટી તરીકેની માન્યતા રદ ન થાય એ માટે સંઘર્ષ કરવાનો છે.

વિધાનસભાના ઇલેક્શન પહેલાં MNSના પ્રેસિડન્ટ રાજ ઠાકરેએ જાહેરમાં કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી (BJP)ની સરકાર આવી રહી છે અને MNS આ સરકારમાં સામેલ હશે. જોકે ત્યારે તેમને એ ખ્યાલ નહોતો કે તેમની પાર્ટીનો એક પણ વિધાનસભ્ય ચૂંટાઈને નહીં આવે. 

સોમવારની મીટિંગમાં પાર્ટીના નેતાઓની સરકારમાં સામેલ થવાની વાત સાંભળીને રાજ ઠાકરેએ શું કહ્યું એ હજી જાણવા નથી મળ્યું. જે રીતે BJP અને મહાયુતિને જનમત મળ્યો છે એ જોતાં તેઓ રાજ ઠાકરેને આ નવી સરકારમાં સામેલ કરવા માટે કંઈ આપે એની શક્યતાઓ નહીં જેવી છે.

maharashtra navnirman sena raj thackeray maharashtra news maharashtra mumbai mumbai news maharashtra assembly election 2024 assembly elections