ઓલા, ઉબર અને રૅપિડો સામે ડ્રાઇવરોની ૨૦ એપ્રિલથી ભૂખહડતાળ

18 April, 2026 10:28 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈમાં આઝાદ મેદાન, નાગપુરમાં સંવિધાન ચોક અને પુણેમાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ડ્રાઇવરો વિરોધ-પ્રદર્શન અને ઉપવાસ કરશે

ફાઇલ તસવીર

મહારાષ્ટ્રમાં ઍપ-બેઝ્ડ ટૅક્સી સર્વિસ પૂરી પાડતી કંપનીઓ ઓલા, ઉબર અને રૅપિડો સામે ડ્રાઇવર યુનિયનોએ હડતાળ પર ઊતરવાની જાહેરાત કરી છે. સરકાર અને કંપનીઓ સામે આક્રોશ વ્યક્ત કરતાં યુનિયનોએ ૨૦ એપ્રિલથી રાજ્યવ્યાપી આમરણાંત ઉપવાસ શરૂ કરવાની જાહેરાત કરી છે.

મુંબઈમાં આઝાદ મેદાન, નાગપુરમાં સંવિધાન ચોક અને પુણેમાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ડ્રાઇવરો વિરોધ-પ્રદર્શન અને ઉપવાસ કરશે.

કૅબ-ડ્રાઇવરોનાં સંગઠનોએ આક્ષેપ કર્યો છે કે ‘ઍપ-આધારિત કંપનીઓ વારંવાર સરકારી નિયમોનું ઉલ્લંઘન કરી રહી છે. સરકાર દ્વારા મંજૂર કરાયેલું ભાડું મોબાઇલ ઍપ્લિકેશન પર યોગ્ય રીતે દર્શાવવામાં આવતું નથી. ગેરકાયદે રીતે બાઇક-ટૅક્સીનું સંચાલન ચાલી રહ્યું છે જેનાથી ટૅક્સી-ડ્રાઇવરોની રોજીરોટી પર અસર પડી રહી છે અને સરકાર આ કંપનીઓ સામે કડક પગલાં લેવામાં નિષ્ફળ રહી છે. હવે ડ્રાઇવરોએ પોતાના હિત માટે ભૂખહડતાળ પર ઊતરવાનું નક્કી કર્યું છે.’

maharashtra news maharashtra government maharashtra ola uber mumbai mumbai news azad maidan nagpur pune