27 November, 2024 12:22 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
મહારાષ્ટ્રની ૨૮૮ વિધાનસભામાંથી આ વખતની ચૂંટણીમાં જનતાએ ૬૮ નેતાઓને પહેલી વખત વિજયી બનાવ્યા છે તો ૧૮૬ નેતાઓને ફરી ચૂંટ્યા હોવાનું જણાયું છે. આથી નવી વિધાનસભામાં દર ચોથો વિધાનસભ્ય નવો હશે. વિદર્ભ અને મરાઠવાડામાં ૧૫થી વધુ નવા વિધાનસભ્ય ચૂંટાયા છે તો પુણે જિલ્લામાં આવા વિધાનસભ્યોની સંખ્યા પાંચ છે. પહેલી વાર ચૂંટાયેલા મહત્ત્વના નેતાઓમાં વરુણ સરદેસાઈ, રોહિત પાટીલ, શ્રીજયા ચવાણ, હેમંત રાસને અને શંકર જગતાપનો સમાવેશ છે.