03 May, 2024 05:11 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સંજય પાંડે (ફાઇલ તસવીર)
મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર સંજય પાંડેએ આગામી લોકસભા ચૂંટણીમાં (Lok Sabha election 2024) નહીં લડવાની જાહેરાત કરી હતી. હાલની રાજકીય પ્રણાલી પ્રત્યેના મોહભંગનું કારણ આપતા પાંડેએ વિશ્વાસ વ્યક્ત કરતાં કહ્યું હતું કે “આ સિસ્ટમ અપક્ષ ઉમેદવારોને મહત્ત્વ આપ્યા કરતાં રાજકીય પક્ષના ઉમેદવારોને વધુ પ્રાથમિકતા આપે છે”.
આગામી લોકસભા ચૂંટણીમાં ઉત્તર-મધ્ય મુંબઈની બેઠક પરથી અપક્ષ રીતે ચૂંટણી લડવાનો સંજય પાંડેએ વિચાર કર્યો હતો. સંજય પાંડેને મુંબઈ ઉત્તર-પશ્ચિમ ક્ષેત્રના અનેક મતદાતાઓ તરફથી ચૂંટણી લડવા મોટું પ્રોત્સાહન અને સમર્થન પણ મળ્યું હતું, તેમ છતાં રાજકીય પક્ષોના રાજકારણ વર્ચસ્વ અંગે તેમના અંગત વિચારોને કારણે છેલ્લે તેમણે ચૂંટણીમાંથી બહાર પડવાનો નિર્ણય લીધો હતો.
સંજય પાંડે 1986-બેચના નિવૃત્ત ભારતીય પોલીસ સેવા (IPS) અધિકારી હતા, જે ઉત્તર-મધ્ય મુંબઈની લોકસભા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાનો વિચાર કરી રહ્યા હતા. મુંબઈની આ બેઠક પરથી ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા વરિષ્ઠ વકીલ ઉજ્વલ નિકમને ચૂંટણીને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે અને કૉંગ્રેસ દ્વારા વર્ષા ગાયકવાડને ઉમેદવાર બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. જેને લીધે ઉત્તર-મધ્ય મુંબઈની બેઠક પર બે મોટા રાજકીય પક્ષોના બે દિગ્ગજ નેતાઓ પણ ચૂંટણી મેદાનમાં હોવાથી અપક્ષ ઉમેદવાર તરીકે ઊભા રહેલા સંજય પાંડેને મોટી હારનો સામનો કરવો પડ્યો હત તે માટે તેમણે પોતાનું નામાંકન પાછું ખેંચ્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
બુધવારે પૂર્વ કમિશનર સંજય પાંડેએ સોશિયલ મીડિયા પ્લેટફોમ X પર મુંબગરાઓને એક ઓપન લેટર લખ્યો હતો. સંજય પાંડેએ ((Lok Sabha election 2024) આ લેટરમાં તેમના પર વધી રહેલા પ્રેશર અને સમજાવટ વચ્ચે તેમના આંતરિક સંઘર્ષો બાબતે લોકોને જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે કેવી રીતે લોકોએ બે મજબૂત રાજકીય પક્ષોના મોટા ઉમેદવારો સામે તેમના જેવા એક અપક્ષ ઉમેદવારનું સમર્થન કર્યું. તેમ જ રાજકીય પક્ષો સામે એક અપક્ષ ઉમેદવારના મર્યાદિત પ્રભાવ બાબતે પણ તેમણે આ લેટરમાં લખ્યું હતું.
પાંડેનો લોકસભા ચૂંટણી 2024ના મેદાનમાંથી પીછેહઠ કરવાનો નિર્ણય પરથી એ સાબિત થાય છે કે મોટા રાજકીય નેતાઓનું વર્ચસ્વ અને રાજકીય ક્ષેત્રમાં અપક્ષ ઉમેદવારોને ચૂંટણી લાડવાના કેવી મુશ્કેલી આવે છે. તે વાત સંજય સિંહે તેમના લેટર મારફત લોકોને જણાવી હતી.
સંજય પાંડેની (Sanjay Pandey) 18 ફેબ્રુઆરી, 2022ના રોજ મુંબઈ પોલીસ કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી હતી, અને તે જ વર્ષે 30 જૂનના રોજ તેઓ રિટાયર થયા હતા. ત્યારબાદ એક મહિના પછી એનએસઈ ફોન ટેપિંગ કેસના સંબંધમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા જુલાઈ અને સપ્ટેમ્બર 2022માં તેમની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ બાદ સંજય પાંડે લગભગ પાંચ મહિના સુધી જેલમાં હતા.