બોઇસર રેલવે-ટ્રૅક પર પાણી ભરાઈ ગયાં લોકલ ટ્રેનો ૪૦ મિનિટ મોડી દોડી

21 June, 2024 02:53 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પાલઘરની નદી પરનો બ્રિજ પણ પૂરના પાણી હેઠળ આવી જતાં મુંબઈ-અમદાવાદ હાઇવે પર મનોર થઈને મુંબઈ અને પાલઘર વચ્ચેનો મુખ્ય સંપર્ક તૂટી ગયો હતો.

બોઇસર રેલવે-ટ્રૅક પર પાણી ભરાઈ ગયાં લોકલ ટ્રેનો ૪૦ મિનિટ મોડી દોડી

પાલઘર જિલ્લાના વિવિધ ભાગોમાં બુધવારે મોડી રાતથી વરસાદની શરૂઆત થઈ ગઈ હતી. સવારે સવાચાર વાગ્યા બાદ મુશળધાર વરસાદ શરૂ થતાં અનેક ઠેકાણે પાણી ભરાઈ ગયાં હતાં. પાલઘરની નદી પરનો બ્રિજ પણ પૂરના પાણી હેઠળ આવી જતાં મુંબઈ-અમદાવાદ હાઇવે પર મનોર થઈને મુંબઈ અને પાલઘર વચ્ચેનો મુખ્ય સંપર્ક તૂટી ગયો હતો. આ મુશળધાર વરસાદને કારણે ગઈ કાલે સવારના પીક-અવર્સમાં ઑફિસ જતા રેલવે-પ્રવાસીઓના હાલ ખરાબ થયા હતા. વેસ્ટર્ન રેલવેના બોઇસર રેલવે-સ્ટેશનના રેલવે-ટ્રૅક પર પાણી ભરાઈ જવાથી દહાણુ-વિરાર, દહાણુ-ચર્ચગેટ લોકલ આશરે ૩૦થી ૪૦ મિનિટ મોડી દોડી હતી. વલસાડ અને ફ્લાઇંગ રાણી એક્સપ્રેસ ટ્રેનો અડધો કલાકથી વધુ મોડી દોડી રહી હતી એટલે પ્રવાસીઓની ટ્રેન પકડવામાં ભારે ભીડ જોવા મળી હતી. વેસ્ટર્ન રેલવે દ્વારા બોઇસર યાર્ડમાં હાઈ પાવર પમ્પ બેસાડીને ટ્રૅક પરથી પાણી દૂર કરવાનું કામ યુદ્ધના ધોરણે કરવામાં આવ્યું હતું.

western railway mumbai rains mumbai news mumbai trains mumbai local train