કાંદિવલી મેડિકલ અસોસિએશન દ્વારા ડૉક્ટરો માટે ગાયન સ્પર્ધા પ્રતિભા ૨૦૨૫નું આયોજન

24 December, 2024 11:21 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કાંદિવલી મેડિકલ અસોસિએશન દ્વારા મહારાષ્ટ્રના ડૉક્ટરો માટે ગાયન સ્પર્ધા ‘પ્રતિભા ૨૦૨૫’નું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધા ત્રણ રાઉન્ડમાં યોજાશે

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

કાંદિવલી મેડિકલ અસોસિએશન દ્વારા મહારાષ્ટ્રના ડૉક્ટરો માટે ગાયન સ્પર્ધા ‘પ્રતિભા ૨૦૨૫’નું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધા ત્રણ રાઉન્ડમાં યોજાશે. પ્રથમ રાઉન્ડમાં સહભાગી ડૉક્ટરોએ પોતે ગાયેલું ગીત મોબાઇલમાં (ઑનલાઇન) ૨૫ ડિસેમ્બર સુધીમાં મોકલવાનું રહેશે. સેમી ફાઇનલ રાઉન્ડ ૧૮ જાન્યુઆરીએ મલાડ-વેસ્ટમાં આવેલી એન. એલ. કૉલેજમાં જ્યારે ફાઇનલ ૧૯ જાન્યુઆરીએ બોરીવલી-વેસ્ટમાં આવેલા પ્રબોધન ઠાકરે નાટ્ય સભાગૃહમાં યોજાશે. વ્યવસાયી ડૉક્ટરોની ગાયનકળાને મંચ પૂરો પાડવા માટે છેલ્લાં પચીસ વર્ષથી કાંદિવલી મેડિકલ અસોસિએશન આ સ્પર્ધાનું આયોજન કરી રહી છે. 

વધુ માહિતી માટે ડૉ. ભૂષણ કેસરકરનો ૯૨૨૧૪ ૩૦૦૯૩ નંબર પર સંપર્ક કરવો.

kandivli borivali malad indian music maharashtra news news mumbai mumbai news