વિદ્યાવિહારના નીલકંઠ બિઝનેસ પાર્કમાં સતત પાંચમા વર્ષે જૈન ચોવિહાર હાઉસ

08 September, 2026 08:36 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ વ્યવસ્થા રવિવારે અને સંવત્સરીના દિવસે ઉપલબ્ધ નહીં હોય

ફાઇલ તસવીર

વિદ્યાવિહાર-વેસ્ટમાં સ્ટેશન નજીક આવેલા નીલકંઠ બિઝનેસ પાર્કમાં પર્યુષણ મહાપર્વ દરમ્યાન નોકરી અને ધંધા અર્થે આવતાં સાધર્મિક ભાઈ-બહેનોની આરાધનામાં કોઈ વિઘ્ન ન આવે એ માટે સતત પાંચમા વર્ષે જૈન ચોવિહાર હાઉસનું આયોજન કરવામાં આવ્યું છે. આ બિઝનેસ પાર્કના પોડિયમ લેવલ પાર્કિંગના લંચ-રૂમમાં દરરોજ સાંજે ૪.૩૦થી ૬.૩૦ વાગ્યા દરમ્યાન એટલે કે સૂર્યાસ્ત પહેલાં શુદ્ધ ભોજનની સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે. આ વ્યવસ્થા રવિવારે અને સંવત્સરીના દિવસે ઉપલબ્ધ નહીં હોય. લાભાર્થીદીઠ માત્ર ૧૫૦ રૂપિયાના નજીવા દરે મિષ્ટાન્ન અને ફરસાણ સાથેનું સંપૂર્ણ ભોજન પીરસવામાં આવે છે. અહીં એકાસણા તથા બેસણા કરનારા શ્રદ્ધાળુઓ માટે અલગ બેઠકવ્યવસ્થા રાખવામાં આવી છે. આ ઉપરાંત જેઓ ઑફિસ કે ઘરે ટિફિન લઈ જવા માગતા હોય તેમના માટે સ્પેશ્યલ પૅક્ડ ટિફિનની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે જેના માટે સાથે કોઈ ડબ્બો કે વાસણ લાવવાની જરૂર નથી. નિહિર શાહ, વિમેશ અવલાણી અને અમિત શાહ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે. વધુ વિગત માટે 9819097901 નંબર પર સંપર્ક કરવો.

mumbai news vidyavihar mumbai jain community paryushan