03 April, 2025 11:53 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈના દરિયામાં ડ્રગ્સની હેરાફેરી કરવામાં આવી રહી હોવાની માહિતી ભારતીય નૌસેનાને મળી હતી.
મુંબઈના દરિયામાં ડ્રગ્સની હેરાફેરી કરવામાં આવી રહી હોવાની માહિતી ભારતીય નૌસેનાને મળી હતી. આથી ગઈ કાલે નૌસેનાના વેસ્ટર્ન નેવલ કમાન્ડે એક શંકાસ્પદ બોટને આંતરી હતી. મરીન કમાન્ડોએ બોટની તપાસ કરતાં એમાંથી ૨૫૦૦ કિલો ડ્રગ્સ મળી આવ્યું હતું. આ ગેરકાયદે ડ્રગ્સમાં ૨૩૮૬ કિલો હશીશ અને ૧૨૧ કિલો હેરોઇનનો સમાવેશ થાય છે, જે પ્લાસ્ટિકની બૅગમાં પૅક કરીને બોટમાં મૂકવામાં આવ્યાં હતાં. બોટના ક્રૂ મેમ્બરોને તાબામાં લઈને ગેરકાયદે ડ્રગ્સ તેમને કોણે આપ્યું હતું અને તેઓ આ નશીલો પદાર્થ ક્યાં ડિલિવરી કરવા જઈ રહ્યા હતા એની તપાસ હાથ ધરવામાં આવી હોવાનું નૌસેનાના અધિકારીએ જણાવ્યું હતું.