મુંબઈમાં મોડી સાંજે વરસાદની ધડબડાટી

11 October, 2024 08:56 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હજી બે-ત્રણ દિવસ આવી જ પરિસ્થિતિ રહી શકે

તસવીર સૌજન્ય : મિડ-ડે ફોટોગ્રાફર્સ

મુંબઈગરાઓએ ગઈ કાલે આખો દિવસ વાદળિયા અને વચ્ચે-વચ્ચે તડકાના મિશ્ર વાતાવરણનો અનુભવ કર્યો હતો, પણ મોડી સાંજે કડાકાભડાકા અને સુસવાટા મારતા પવન સાથે જોરદાર વરસાદ તૂટી પડ્યો હતો. વીજળીના ચમકારા સાથે તૂટી પડેલા વરસાદને કારણે બધે પાણી-પાણી થઈ ગયું હતું. હવામાન ખાતાએ કહ્યું જ હતું કે પાછોતરો વરસાદ સાંજના સમયે ગાજવીજ સાથે આવશે. આવી જ પરિસ્થિતિ હજી બે-ત્રણ દિવસ રહી શકે છે એવી આગાહી હવામાન ખાતાએ કરી છે.  

ગઈ કાલે મોડી સાંજે પડેલા વરસાદના કારણે નવરાત્રિના રંગમાં ભંગ પડ્યો હતો, જ્યારે કેટલાંક ઠેકાણે ખેલૈયાઓએ એ મુસીબતને તકમાં ફેરવી હતી. ગરબે રમીને પરસેવે તરબોળ થયેલા ખૈલાયાઓએ રેઇન ડાન્સનો આનંદ માણ્યો હતો અને વરસતા વરસાદમાં પણ રમવાનું ચાલુ રાખ્યું હતું. જોકે થોડી જ વાર વરસેલા વરસાદમાં પણ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું હતું.   

mumbai monsoon mumbai rains monsoon news mumbai weather Weather Update mumbai mumbai news