હવે વિરારમાં થશે લડ્ડુ ગોપાલનાં દર્શન, શિરસાડમાં બન્યું ભવ્ય મંદિર

05 September, 2026 09:14 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગઈ કાલે જન્માષ્ટમીના દિવસે એનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જગદ્ગુરુ રામાનંદચાર્ય દક્ષિણપીઠ નાણીજ (ઉપપીઠ મુંબઈ)ના નરેન્દ્રાચાર્ય મહારાજની પ્રેરણાથી આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે.

હવે વિરારમાં થશે લડ્ડુ ગોપાલનાં દર્શન, શિરસાડમાં બન્યું ભવ્ય મંદિર

વિરાર-ઈસ્ટના શિરસાડમાં લડ્ડુ ગોપાલનું ભવ્ય મંદિર આકાર પામ્યું છે. ગઈ કાલે જન્માષ્ટમીના દિવસે એનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જગદ્ગુરુ રામાનંદચાર્ય દક્ષિણપીઠ નાણીજ (ઉપપીઠ મુંબઈ)ના નરેન્દ્રાચાર્ય મહારાજની પ્રેરણાથી આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. સુંદર વાસ્તુકલાના નમૂના સમાન આ મંદિરમાં અદ્ભુત કોતરણી કરવામાં આવી છે અને કૃષ્ણ ભગવાનના જીવનના પ્રસંગોને દીવાલો પર અંકિત કરવામાં આવ્યા છે. એની સાથે જ ગોવર્ધન પર્વતની પણ રચના કરવામાં આવી છે. આ મંદિર ભક્તિ, સંસ્કૃતિ અને સ્થાપત્યકલાનો સુંદર સંગમ બની રહેશે એમ ભક્તોનું કહેવું છે. 

mumbai news hinduism mumbai janmashtami virar