05 November, 2026 08:43 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
દિવાળીના તહેવારો પૂર્વે મહારાષ્ટ્ર ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA) દ્વારા શંકાસ્પદ ભેળસેળયુક્ત અને હલકી ગુણવત્તાવાળા ખાદ્યપદાર્થો સામે રાજ્યવ્યાપી કડક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ કાર્યવાહી દરમ્યાન ૧૮ ફૂડ બિઝનેસ લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે, ૪ યુનિટનું કામકાજ તાત્કાલિક અસરથી બંધ કરાવાયું છે અને ૩ આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
મુંબઈમાં FDA દ્વારા પાંચ પ્રતિષ્ઠિત સંસ્થાઓનાં લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. એક સત્તાવાર નિવેદન અનુસાર આ કાર્યવાહી હેઠળ દાદર (વેસ્ટ) સ્થિત શીતલ્સ, અંધેરી (ઈસ્ટ)માં ITC લિમિટેડ, મુલુંડમાં ધાન્ય એન્ટરપ્રાઇઝિસ (ગુપ્તા સેવ ઍન્ડ પૂરી), કાંદિવલી (ઈસ્ટ)માં ઝેપ્ટો લિમિટેડ અને બોરીવલીસ્થિત ભગવતી સ્ટોર્સનો સમાવેશ થાય છે. બુધવારે FDA દ્વારા રાજ્યના ૪ વિભાગોમાં કુલ ૧૮ ફૂડ-લાઇસન્સ સસ્પેન્ડ કરવાની પુષ્ટિ કરવામાં આવી હતી. સૌથી વધુ લાઇસન્સ પુણે અને બૃહન્મુંબઈ વિસ્તારમાં સસ્પેન્ડ થયાં છે.
વિભાગવાર લાઇસન્સ સસ્પેન્શનની વિગતો
પુણે ૬ લાઇસન્સ સસ્પેન્ડ
મુંબઈ પાંચ લાઇસન્સ સસ્પેન્ડ
છત્રપતિ સંભાજીનગર પાંચ લાઇસન્સ સસ્પેન્ડ
અમરાવતી બે લાઇસન્સ સસ્પેન્ડ