04 September, 2026 08:17 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ટૅક્સી અને ઑટોરિક્ષાના મીટરમાં ઇલેક્ટ્રૉનિક ઉપકરણો લગાવીને મુસાફરો પાસેથી વધુ ભાડું વસૂલીને ઠગાઈ આચરવાના કૌભાંડ પર મુંબઈ પોલીસે મહત્ત્વપૂર્ણ કાર્યવાહી કરી છે. દહિસર પોલીસે છટકું ગોઠવીને આ રૅકેટમાં સંકળાયેલા પાંચ લોકોની ધરપકડ કરી હોવાનું ગુરુવારે અધિકારીઓએ જણાવ્યું હતું.
દહિસર પોલીસ-સ્ટેશનના અસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર નીલેશ સાળુંખેને બાતમી મળી હતી કે અશોકવન વિસ્તારમાં ગોકુળ આનંદ હોટેલ નજીક કેટલાક લોકો કમર્શિયલ વાહનોના મીટરમાં LED રનિંગ કિટ્સ નામની ગેરકાયદે ઇલેક્ટ્રૉનિક સર્કિટ ફિટ કરી રહ્યા છે જેનાથી મીટરમાં અંતર ઝડપથી કપાય છે અને મુસાફરો પાસેથી વધુ ભાડું વસૂલવામાં આવે છે.
પોલીસે આ કાર્યવાહી દરમ્યાન બે કાળી-પીળી ટૅક્સી, બે ઑટોરિક્ષા અને એક કુલ કૅબ સહિત કૂલ પાંચ વાહનો જપ્ત કર્યાં છે. આ સાથે મીટરમાં ગેરરીતિ કરવા માટે વપરાતાં અનેક LED સર્કિટ ડિવાઇસ પણ કબજે કરવામાં આવ્યાં છે.