31 May, 2026 08:38 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
રવિવારે સેન્ટ્રલ રેલવેની મેઇન લાઇન અને હાર્બર લાઇન પર પાંચ કલાકનો મેગા બ્લૉક જાહેર કરવામાં આવ્યો છે. છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT)થી વિદ્યાવિહાર સ્ટેશન વચ્ચે અપ અને ડાઉન સ્લો લાઇન પર સવારે ૧૦.૫૫થી બપોરે ૩.૫૫ વાગ્યા સુધી મેગા બ્લૉક રહેશે. દરમ્યાન CSMT અને વિદ્યાવિહાર વચ્ચે અપ અને ડાઉન સ્લો લાઇનની ટ્રેનોને ફાસ્ટ લાઇન પર ડાઇવર્ટ કરવામાં આવશે. આ ડાઇવર્ટ કરાયેલી લોકલ ટ્રેનો ભાયખલા, પરેલ, દાદર, માટુંગા, સાયન અને કુર્લા સ્ટેશનો પર જ ઊભી રહેશે. બ્લૉકના સમયગાળા દરમ્યાન અપ અને ડાઉન બન્ને સ્લો કૉરિડોરની ટ્રેનો મસ્જિદ, સેન્ડહર્સ્ટ રોડ, ચિંચપોકલી અને કરી રોડ સ્ટેશનો પર ઊભી રહેશે નહીં.
હાર્બર લાઇન પર કુર્લા અને વાશી વચ્ચે અપ અને ડાઉન બન્ને કૉરિડોર પર સવારે ૧૧.૧૦થી સાંજે ૪.૧૦ વાગ્યા સુધી મેગા બ્લૉક ઑપરેટ કરવામાં આવશે. આ દરમ્યાન CSMTથી વાશી/બેલાપુર/પનવેલ અને પનવેલ/બેલાપુર/વાશીથી CSMT તરફની લોકલ ટ્રેનો બંધ રહેશે. બ્લૉક દરમ્યાન CSMTથી કુર્લા અને વાશીથી પનવેલ વચ્ચે સ્પેશ્યલ લોકલ ટ્રેનો ચલાવવામાં આવશે.