12 November, 2026 09:20 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મુંબઈમાં રૉકેટ અને આકાશી આતશબાજી પર પ્રતિબંધ હોવા છતાં દિવાળીના તહેવાર દરમ્યાન આગની ઘટનાઓમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. ૬ નવેમ્બરથી ૧૦ નવેમ્બર દરમ્યાન માત્ર પાંચ દિવસમાં મુંબઈ ફાયરબ્રિગેડને આગ સંબંધિત ૪૯૯ કૉલ મળ્યા હતા જેમાંથી દર ત્રણમાંથી બે એટલે કે ૩૩૩ બનાવ માત્ર ફટાકડાના કારણે બન્યા હતા.
શહેરમાં ૯ અને ૧૦ નવેમ્બર દરમ્યાન જ આગની ૨૬૮ ઘટનાઓ બની હતી જેમાંથી ૧૬૮ બનાવ ફટાકડાને લીધે થયા હતા. ૯ નવેમ્બરે પરિસ્થિતિ વધુ ગંભીર બની હતી, જ્યારે શહેરમાં આગના ૧૬૬ બનાવ નોંધાયા હતા અને એમાંથી ૧૪૪ બનાવ ફટાકડા સળગાવવાના કારણે બન્યા હતા. આ સિવાય ૧૦ નવેમ્બરે પણ આગની ૧૦૨ ઘટનાઓ બની હતી જેમાં ૨૪ કિસ્સામાં ફટાકડા કારણભૂત હતા. આ બે દિવસમાં મલાડમાં એક કિશોરે જીવ ગુમાવ્યો હતો, જ્યારે અન્ય બે વ્યક્તિ ઘાયલ થઈ હતી.