13 March, 2026 11:05 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
મુંબઈ મેટ્રોપૉલિટન રીજન (MMR) ભવિષ્યના વિકાસ માટે બહુ જ મહત્ત્વનું છે એટલે પાણીની માગણી વધવાની જ હોવાથી ગાર્ગાઈ ડૅમ ઉપરાંત પોશિર અને શેલર ડૅમ બનાવવાનો નિર્ણય લઈને એના પર કામ ચાલુ કરી દીધું છે, એ ડૅમ બની ગયા પછી આવનારાં ૩૦થી ૪૦ વર્ષ સુધી MMRમાં પીવાના અને ઇન્ડસ્ટ્રિયલ યુઝ માટે પાણીની સમસ્યા નહીં રહે એમ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું. એ માટે ટેન્ડરની પ્રક્રિયા પણ ચાલુ કરી દેવાઈ છે. એક ડૅમ માટે વર્ક-ઑર્ડર બહાર પાડવામાં આવ્યો છે, જ્યારે બીજાનો વર્ક-ઑર્ડર બનીને તૈયાર છે. ગાર્ગાઈ ડૅમનું પાણી મુંબઈ માટે ઉપયોગમાં લેવાશે, જ્યારે દમણગંગા પિંજર પ્રોજેક્ટનું ૧૩ TMC (થાઉઝન્ડ મિલ્યન ક્યુબિક ફીટ) પાણી MMRના અન્ય રીજન માટે વપરાશે. એક વખત આ પ્રોજેક્ટ્સ રેડી થઈ જશે પછી આવનારાં ૩૦થી ૪૦ વર્ષ પાણીની શૉર્ટેજ નહીં વરતાય.