25 June, 2024 03:36 PM IST | Mumbai | Diwakar Sharma
વિરારના સમુદ્ર કિનારે વ્હેલનો કંકાલ (તસવીર સૌજન્ય: મિડ-ડે)
સમુદ્ર કિનારે અનેક વખત મૃત જળચર પ્રાણીઓના અવશેષો વહીને આવી જાય છે. તે બાદ આ અવશેષોને દરિયા કિનારેથી (Dead Whale Found at Virar Sea) હટાવવા માટે પ્રશાસનને ઘણી મહેનત કરવી પડે છે. હાલમાં મુંબઈના વિરાર ખાતે પણ એવો જ એક બનાવ બન્યો છે. વિરારના સમુદ્ર કિનારે એક મહાકાય વ્હેલ માછલીનો કંકાલ મળી આવ્યો છે.
વિરાર પશ્ચિમ ખાતે આવેલા અર્નાલા કિલ્લા નજીક કિનારા નજીક સોમવારે 30 ફૂટ લાંબી અને ટન વજન ધરાવતી વ્હેલ માછલીના કંકાલ (Dead Whale Found at Virar Sea) અને અવશેષો મળી આવ્યા હતા. આ બાબતે એક સ્થાનિક નાગરિકોએ સંબંધિત અધિકારીઓને વેલ માછલીનો કંકાલ કિનારે વહીને આવી ગયું હોવાની જાણ કરી હતી. આ અંગે માહિતી મળતા પ્રશાસન દોડતું થઈ ગયું હતું. સરકારી અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચીને વેલ માછલીના કંકાલને ત્યાંથી હટાવવાનો પ્રયત્ન કર્યો હતો, પણ તે નહીં હટતા મશીનની મદદ લેવામાં આવી હતી. જો કે સરકારની મશીનરીને સમુદ્રના જાયન્ટ ગણાતા વ્હેલ માછલીના શબને ત્યાંથી હટાવવા માટે મશીન પહોંચાડવામાં મુશ્કેલી પ્રશાસનને મુશ્કેલી આવી રહી છે.
વ્હેલ માછલીનું આ કંકાલ ચેનલ ગેટ, કિલ્લાની ઉત્તર બાજુ, અર્નાલા કિલ્લા (Dead Whale Found at Virar Sea) ગામથી લગભગ 700 મીટર દૂર મળી આવ્યું છે. "સોમવારે મોજાના જોરદાર પ્રવાહને લીધે આ કંકાલ દરિયાના કિનારે આવી ગયું હતું. હવે તે એવા સ્થળે પડ્યું છે જ્યાં તેને દૂર કરવા માટે મશીન લાવવામાં અધિકારીઓને મુશ્કેલી આવી રહી છે," એમ સ્થાનિક સૂત્રએ જણાવ્યું હતું.
અહીંના સ્થાનિક માછીમારોનો શંકા છે કે આ વ્હેલને ઊંડા સમુદ્રમાં કોઈ મોટી ક્રૂઝ શીપને લીધે ઇજા થઈ હશે અથવા સમુદ્રના પ્રદૂષણને લીધે તેનું મૃત્યુ થઈ હશે. "આ વ્હેલના મૃત્યુનું કારણ માત્ર અવશેષના મેડિકલ તપાસ પછી જ જાણવા મળશે. આ કંકાલ સોમવારથી કિનારા પર પડ્યું છે અને વિરાર અને નજીકના ગામોના લોકો આ શબને જોવા માટે અહીં ભીડ કરી રહ્યા છે.
"સંબંધિત અધિકારીઓ સહિત વન અને આવક અધિકારીઓને જાણ કરવામાં આવી છે. સ્થાનિક રહેવાસીઓ કંકાલ સાથે સેલ્ફી લેવા માટે પણ આવી રહ્યા છે. આ નાગરિકોને કંકાલની નજીક ન જવાની સલાહ આપવામાં આવી છે. આ વ્હેલનું શબ (Dead Whale Found at Virar Sea) વિસ્ફોટ પણ થઈ શકે તેવી સંભાવનાઓ છે. અમે અર્નાલા કિલ્લા નજીક વ્હેલના શબ વિશે જાણ કરી છે. તે લગભગ 30 ફૂટ લાંબી છે, તેથી અમને તેને ઠેકાણે લગાવવા માટે મોટી બોટની મદદ લેવી પડશે." સપ્ટેમ્બર 2021માં, વસાઈના ભૂઈગાંવ બીચ નજીક એક મોટી વ્હેલનો શવ મળ્યો હતો અને અધિકારીઓએ આ શબને ઠેકાણે લગાવવા માટે બે ખોદકામ મશીનનો ઉપયોગ કર્યો હતો, એમ એક વન અધિકારીએ કહ્યું હતું.