26 July, 2025 02:00 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિવેકાનંદ પાટીલ
પનવેલમાં આવેલી કો-ઑપરેટિવ બૅન્કના ક્રેડિટર્સને બાકી નીકળતા પૈસા ચૂકતે કરવા માટે ભૂતપૂર્વ વિધાનસભ્ય વિવેકાનંદ પાટીલની પ્રૉપર્ટીની હરાજી કરવાનો આદેશ સ્પેશ્યલ ઍન્ટિ-મની લૉન્ડરિંગ કોર્ટે આપ્યો હતો.
કર્નલા નાગરી સહકારી બૅન્ક સાથે ૫૧૨ કરોડ રૂપિયાનો ગોટાળો કરનાર વિવેકાનંદ પાટીલના નામે એકરોમાં ફેલાયેલી સ્પોર્ટ્સ ઍકૅડેમી અને જમીનો છે. નવી મુંબઈની ઇકૉનૉમિક ઑફેન્સિસ વિંગ દ્વારા મહારાષ્ટ્ર પ્રોટેક્શન ઑફ ઇન્ટરેસ્ટ ઑફ ડિપોઝિટર્સ (ઇન ફાઇનૅન્શિયલ એસ્ટૅબ્લિશમેન્ટ) ઍક્ટ હેઠળ વિવેકાનંદ પાટીલની કુલ ૮૭ પ્રૉપર્ટી ટાંચમાં લેવામાં આવી છે. એમાં અમુક તેમને વારસામાં મળેલી પ્રૉપર્ટીનો સમાવેશ પણ થાય છે. આમાંથી અમુક પ્રૉપર્ટી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED) સાથે મળીને ટાંચમાં લેવામાં આવી છે.
કેસના મુખ્ય આરોપી વિવેકાનંદ પાટીલ ભારતીય શેતકરી કામગાર પક્ષના પનવેલના ૩ વાર વિધાનસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા અને એક વાર ઉરણના વિધાનસભ્ય પણ રહી ચૂક્યા છે.