મુંબઈના ઈરાનના કૉન્સલ જનરલને ભારતમાં LPGની અછતની ચિંતા

21 March, 2026 12:05 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જોખમ છતાં ભારત મિત્ર હોવાથી ગૅસ-કૅરિયર્સ સલામત પહોંચાડી શકાયાં હોવાનો ઉલ્લેખ પણ કર્યો

ઈરાનના કૉન્સલ જનરલ સઈદ રેઝા મોસાયેબ મોતલગે

ઈરાનના મુંબઈના કૉન્સલ જનરલ સઈદ રેઝા મોસાયેબ મોતલગે ભારતને મિત્ર અને ભાગીદાર ગણાવીને ભારતના લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગૅસ (LPG)ના સંકટ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે એ વાત પર ભાર મૂક્યો હતો કે કટોકટીની આ પરિસ્થિતિમાં જોખમો હોવા છતાં તેહરાને ભારતનાં ગૅસ-કૅરિયર્સ માટે સલામત માર્ગ પૂરો પાડ્યો છે.

ઇઝરાયલે ઈરાનની ઑઇલ રિફાઇનરી પર હુમલો કર્યો અને ઈરાને જવાબમાં કતરના લિક્વિફાઇડ નૅચરલ ગૅસ (LNG)ના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન પહોંચાડ્યું હતું. આ બાબતે વાત કરતી વખતે ઈરાનના કૉન્સલ જનરલે ભારત સાથે ઈરાનના સંબંધોની પણ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘વ્યક્તિગત રીતે મુંબઈમાં ઈરાનના કૉન્સ્યુલેટ જનરલ તરીકે જ્યારે મેં લોકોને ગૅસની અછતનો સામનો કરતા જોયા ત્યારે મને ખૂબ જ ચિંતા થઈ. જોકે ભારત સુધી ગૅસ-કૅરિયર જહાજો સલામત રીતે પહોંચાડવામાં આવ્યાં એ ઈરાન અને ભારતની મિત્રતા દર્શાવે છે.’

iran israel united states of america middle east crisis india mumbai mumbai news lpg crisis lpg cylinder