Bomb Threat: ચાર ફ્લાઇટ્સને બૉમ્બથી ઉડાડવાની ધમકી, અમેરિકા જતી ફ્લાઇટ પણ સામેલ

15 October, 2024 07:42 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Flights Bomb Threat મુંબઈથી આવતી ત્રણ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સને સોમવારે બૉમ્બથી ઉડાડવાની ધમકી મળી હતી. ત્યાર બાદ આજે એટલે કે મંગળવારે પણ ચાર ફ્લાઈટ્સને બૉમ્બથી ઉડાડવાની ધમકી આપવામાં આવી છે જે ફેક નીકળી છે.

પ્રતીકાત્મક તસવીર

Flights Bomb Threat મુંબઈથી આવતી ત્રણ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સને સોમવારે બૉમ્બથી ઉડાડવાની ધમકી મળી હતી. ત્યાર બાદ આજે એટલે કે મંગળવારે પણ ચાર ફ્લાઈટ્સને બૉમ્બથી ઉડાડવાની ધમકી આપવામાં આવી છે જે ફેક નીકળી છે. આ ધમકીઓ સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ એક્સ (પૂર્વે ટ્વિટર) દ્વારા આપવામાં આવી છે. 

મુંબઈથી આવતી ત્રણ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટને સોમવારે બૉમ્બની ધમકી મળી હતી. ત્યાર બાદ મંગળવારે પણ ચાર ફ્લાઈટ્સને બૉમ્બથી ઉડાડવાની ધમકી આપી હતી જે ફેક નીકળી છે. આ ધમકીઓ સોશિયલ સાઈટ એક્સ દ્વારા આપવામાં આવી છે. એક ઍર ઈન્ડિયા ફ્લાઈટ જે શિકાગો જઈ રહી હતી તેને ધમકી મળ્યા બાદ કેનેડા ડાયવર્ટ કરી દેવામમાં આવી હતી.

દેશમાં ચાર વિમાનોને બૉમ્બથી ઉડાડવાની ધમકી મળી. આ ધમકી સોશિયલ મીડિયા સાઈટ એક્સ પરથી આપવામાં આવી હતી. ત્યાર બાદ તરત સુરક્ષા એજન્સીઓને જુદાં જુદાં ઍરપૉર્ટ પર આતંકવાદ વિરોધી અભ્યાસ શરૂ કરી દીધો. જો કે, આ ધમકી ફેક નીકળી. તપાસ એજન્સીઓએ આ વિશે માહિતી આપી છે.

આ વિમાનોને મળી ધમકી
આ ફ્લાઈટ જયપુરથી બેંગ્લુરુ થતાં અયોધ્યા જનાર ઍર ઈન્ડિયા એક્સપ્રેસ વિમાન (IX765), દરભંગાથી મુંબઈ જનારી સ્પાઇસજેટ ફ્લાઈટ (SG116), સિલીગુડીથી બેંગ્લુરુ જનાર અકાસા ઍર વિમાન (QP 1373) અને દિલ્હીથી શિકાગો જનાર ઍર ઈન્ડિયા (AI 127)ની ફ્લાઈટ હતી.

એર ઈન્ડિયા એક્સપ્રેસ નિવેદન
અયોધ્યા જતી ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અંગે એર ઈન્ડિયા એક્સપ્રેસ, કેટલીક અન્ય એરલાઈન્સની ફ્લાઈટ્સ સાથે જણાવ્યું હતું કે આ ધમકી એક વણચકાસાયેલ સોશિયલ મીડિયા હેન્ડલ પરથી મળી હતી. આ પછી, બોમ્બ ડિસ્પોઝલ કમિટીના જણાવ્યા અનુસાર, સુરક્ષા પ્રોટોકોલ તરત જ સક્રિય કરવામાં આવ્યા હતા. ફ્લાઈટ સુરક્ષિત રીતે લેન્ડ થઈ. ત્યારબાદ તમામ ફરજિયાત સલામતી પ્રક્રિયાઓને અનુસરીને એરક્રાફ્ટને ઓપરેશન માટે છોડવામાં આવશે

એર ઈન્ડિયાએ શું કહ્યું?
એરલાઈન કંપની એર ઈન્ડિયાએ કહ્યું કે 15 ઓક્ટોબરના રોજ દિલ્હીથી શિકાગો જઈ રહેલા AI127ને બોમ્બની ધમકી આપવામાં આવી હતી. સાવચેતી રૂપે, તેને કેનેડાના ઇક્લુઇટ એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવ્યું હતું. તપાસ બાદ ફ્લાઈટમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી. બોમ્બની માહિતી નકલી હોવાનું બહાર આવ્યું છે.

સોમવારે પણ ધમકી મળી હતી
આ પહેલા સોમવારે મુંબઈથી આવતી ત્રણ ઈન્ટરનેશનલ ફ્લાઈટને બોમ્બની ધમકી મળી હતી, જે નકલી હોવાનું બહાર આવ્યું હતું. હવે બીજા દિવસે એટલે કે મંગળવારે સોશિયલ સાઈટ X દ્વારા ચાર વિમાનોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. જેના કારણે સેંકડો મુસાફરો અને એરલાઇન ક્રૂને મુશ્કેલી પડી હતી.

નોંધનીય છે કે, મુંબઈ (Mumbai) થી ન્યુ યોર્ક (New York) જઈ રહેલા ઍર ઈન્ડિયા (Air India)ના વિમાનમાં બોમ્બની ધમકી (Air India Bomb Threat) બાદ હંગામો મચી ગયો હતો. ત્યારબાદ પ્લેનને દિલ્હી (Delhi) એરપોર્ટ તરફ વાળવામાં (Air India Flight Diverted) આવ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું કે તમામ મુસાફરો સુરક્ષિત છે અને વધુ તપાસ ચાલી રહી છે.

mumbai news air india indigo spicejet mumbai new delhi chicago canada bengaluru national news international news