કહાની મેં ટ્‍વિસ્ટ, જે માણસ લઈ ગયો તેના નામે જ છે કાર

30 October, 2024 11:33 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શિલ્પા શેટ્ટીની રેસ્ટોરાંના બેઝમેન્ટમાંથી ચોરાયેલી BMW મધ્ય પ્રદેશથી મળી આવી, પણ...

શિલ્પા શેટ્ટીની બીએમડબલ્યુ કાર

શિલ્પા શેટ્ટીની જાણીતી રેસ્ટોરાં બૅસ્ટિઅન ઍટ ધ ટૉપના કસ્ટમર રુહાન ખાને શિવાજી પાર્ક પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે તેણે બેઝમેન્ટમાં પાર્ક કરેલી ૮૦ લાખ રૂપિયાની કન્વર્ટિબલ કાર BMW Z4 શનિવાર મધરાત બાદ ચોરાઈ ગઈ હતી. શિવાજી પાર્ક પોલીસે ઝડપી તપાસ કરીને એ કાર મધ્ય પ્રદેશમાં ટ્રેસ કરી હતી અને ત્યાં સુધી પોલીસટીમ પહોંચી પણ ગઈ હતી. જોકે હવે એવું જાણવા મળ્યું છે કે એ કાર જેના નામ પર રજિસ્ટર્ડ હતી એ જ વ્યક્તિ લઈ ગઈ હતી. એથી હવે કારને ચોરાયેલી ગણવી કે નહીં એ બાબતે અસમંજસ સર્જાઈ છે. 

આ બાબતે માહિતી આપતાં શિવાજી પાર્ક પોલીસ-સ્ટેશનના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર વિલાસ દાતિરે કહ્યું હતું કે ‘અમારી ટીમે મધ્ય પ્રદેશમાં એ કાર શોધી કાઢી છે, પણ તપાસ કરતાં ખબર પડી કે જે વ્યક્તિ એ કાર દાદરથી લઈ ગઈ તેના નામ પર જ એ રજિસ્ટર્ડ થયેલી છે. તેનું કહેવું છે કે કાર તેની જ છે. એથી હવે એ બાબતે પોલીસમાં ફરિયાદ કરનાર અને આ રજિસ્ટર કારઓનરની વચ્ચે શું ભાંજગડ છે એ ચેક કરવું પડશે અને ત્યાર બાદ જ આગળ વધી શકાશે.’

shilpa shetty bmw dadar shivaji park mumbai madhya pradesh mumbai police news mumbai news