BKC Coastal Road: નવો બીકેસી કોસ્ટલ રૉડ નવેમ્બર અંત સુધી થશે તૈયાર- ચૂંટણીને દિવસે મુકાશે ખુલ્લો?

24 October, 2024 02:12 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

BKC Coastal Road: 4 કરોડના ખર્ચે બનાવવામાં આવી રહેલો આ રોડ નવેંબરન અંત સુધીમાં ખોલવામાં આવનાર છે. આગામી થોડા દિવસોમાં સ્ટ્રેચ પર સિમેન્ટ કોંક્રીટનું કામ હાથ ધરવામાં આવનાર છે

મુંબઈ ટ્રાફિકની ફાઇલ તસવીર

બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી) કોસ્ટલ રોડ (BKC Coastal Road)ને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. 4 કરોડના ખર્ચે બનાવવામાં આવી રહેલો આ રોડ નવેંબરના અંત સુધીમાં ખોલવામાં આવનાર છે. 

બીકેસીમાં ભીડ ઓછી થવાનો વરતારો

એક વાર જ્યારે આ રોડ ખુલ્લો થઈ જાય ત્યારબાદ કોમર્શિયલ એરિયામાં અને બહારની બાજુએ ટ્રાફિક જામની સમસ્યા તો રહેશે જ પરંતુ આ નવા 2.2 કિ.મીના વ્યાપને કારણે બીકેસીની અંદરના ભાગમાં ભીડ ઓછી થઈ શકે છે.

કોંક્રિટીકરણનું કામ જલ્દી જ કરવામાં આવશે

તમને જણાવી દઈએ કે આ કોસ્ટલ રોડ (BKC Coastal Road) MTNL જંકશન અને BKC કનેક્ટર બ્રિજની બાજુમાં R2 MMRDA ગ્રાઉન્ડ વચ્ચે છે. મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટીના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ સ્ટ્રેચ પર ગ્રાઉન્ડ મજબૂતીકરણ અને કોમ્પેક્ટિંગ જેવા કામ ઓલરેડી પૂરા થઈ ચૂક્યા છે. પરંતુ કોન્ક્રીટાઇઝેશનનું કામ હવે આગામી થોડાક જ દિવસોમાં હાથ ધરવામાં આવનાર છે. આ સાથે જ તેઓએ જણાવ્યું હતું કે અત્યારે લગભગ ચોમાસું પૂરું થઈ ગયું છે અને ગરમારો શરૂ થઈ ગયો છે. આ સાથે જ આગામી થોડા દિવસોમાં સ્ટ્રેચ પર સિમેન્ટ કોંક્રીટનું કામ હાથ ધરવામાં આવનાર છે. એટલે જ નવેંબરના અંત સુધીમાં આ રોડનું કામ થઈ જશે એવી ધારણા વ્યક્ત કરવામાં આવી છે.

આગામી ચૂંટણી સુધી ખૂલી જશે તેવી શક્યતા 

BKC Coastal Road: એટલું કહી શકાય કે 20 નવેમ્બરે યોજાનારી વિધાનસભાની ચૂંટણી દરમિયાન આ કોસ્ટલ રોડ શરૂ કરી દેવામાં આવશે.બીકેસીમાં સારા એવાં પ્રમાણમાં કોર્પોરેટ ઓફિસો આવેલી છે. એ જ કારણોસર આ વિસ્તારમાં સવાર અને સાંજના સમયે લોકોનો સારો એવો ધસારો જોવા મળે છે. અહીંથી બહાર નીકળવા માટે 15 મિનિટ ઉપરાંત BKC ની અંદર 4km સુધીના પ્રવાસ માટે ઓછામાં ઓછી 30 મિનિટનો સમય લાગે છે. ભલે ને સાન્તાક્રુઝ ચેમ્બુર લિંક રોડ હોય કે પછી ફ્લાયઓવરનું નિર્માણ કરવામાં આવ્યું હોય પરંતુ બીકેસીની ટ્રાફિક સમસ્યા ઓછી થવાનું નામ નથી લેતી. વળી, મુંબઈ મેટ્રો 2B માટે પણ અત્યારે કામ ચાલી રહ્યું છે જે BKCના વિસ્તારને પણ અસર કરે છે. આ જ કારણોસર ભીડમાં ધસારો થાય છે. આ મેટ્રો લાઇન વેપારી જિલ્લાને દહિસર પૂર્વ અને માનખુર્દ સાથે જોડવા માટે બનાવાઇ રહ્યો છે.

પરંતુ આ નવો કોસ્ટલ રોડ વાહનચાલકોને બીકેસી માટે સરળ માર્ગ કરી આપશે. તે મુસાફરીનો સમય તો ઘટાડશે જ પણ સાથે અને બીકેસીમાં એકંદર ટ્રાફિક ફ્લોને સુધરશે. આ કોસ્ટલ રોડ (BKC Coastal Road) બીકેસી માટે સુલભતા વધારશે અને આ વિસ્તારમાં આર્થિક પ્રવૃત્તિને વેગ આપશે તેવી અપેક્ષા છે.

mumbai news mumbai mumbai traffic bandra kurla complex Mumbai Coastal Road mumbai metropolitan region development authority