Mumbai: હુક્કા પાર્લરમાં પોલીસના દરોડા, અટકાયતમાં મુનવ્વર ફારુકી પણ સામેલ

27 March, 2024 08:54 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મુંબઈ પોલીસ તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદન પ્રમાણે, ફૉર્ટ વિસ્તાર નજીકના હુક્કા પાર્લરમાં દરોડા દરમિયાન અટકમાં લેવામાં આવેલા બિગ બૉસ 17 વિનર મુનવ્વર ફારૂકી અને 13 અન્યને પૂછપરછ બાદ છોડી દેવામાં આવ્યા. તે બધા વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

મુનવ્વર ફારુકી

મુંબઈ પોલીસ (Mumbai Police) તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદન પ્રમાણે, ફૉર્ટ વિસ્તાર નજીકના હુક્કા પાર્લરમાં દરોડા દરમિયાન અટકમાં લેવામાં આવેલા (Munawar Faruqui Arrested)બિગ બૉસ 17 વિનર મુનવ્વર ફારૂકી અને 13 અન્યને પૂછપરછ બાદ છોડી દેવામાં આવ્યા. તે બધા વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

મુંબઈ પોલીસે મંગળવારે રાતે એક હુક્કા પાર્લરમાં દરોડા પાડીને સ્ટેન્ડ-અપ કૉમેડિયન અને બિગબૉસ ફેમ મુનવ્વર ફારૂકીને અટકમાં લઈ લીધા હતા. હુક્કા પાર્લરમાં તમાકુના સેવનની માહિતી મળ્યા બાદ પોલીસ ત્યાં દરોડા પાડવા પહોંચી હતી. અટકમાં લેવાયેલા લોકોમાં મુનવ્વર ફારૂકીનું (Munawar Faruqui Arrested) નામ પણ સામેલ છે. દરોડામાં જોડાયેલા એક અધિકારીએ જણાવ્યું, "અમારી ટીમે હુક્કાના નામ પર તમાકૂના ઉપયોગની માહિતી મળ્યા બાદ મુંબઈના હુક્કા બાર પર દરોડા પાડ્યા, ત્યાંથી મળેલી વસ્તુઓની તપાસ બાદ અટકમાં લઈને કેસ નોંધવામાં આવ્યો છે. પકડાયેલા લોકોમાં મુનવ્વર ફારૂકીનું નામ પણ સામેલ હતું."

મુંબઈ પોલીસ તરફથી જાહેર નિવેદન પ્રમાણે, ફૉર્ટ વિસ્તારના હુક્કા પાર્લરમાં રેઇડ દરમિયાન અટકમાં લેવામાં આવેલા બિગ બૉસ 17 વિનર મુનવ્વર ફારૂકી (Munawar Faruqui Arrested) અને 13 અન્યને પૂછપરછ બાદ છોડી દેવામાં આવ્યા. તે બધા વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

મુનવ્વરે શૅર કરી ઍરપૉર્ટની તસવીર
Munawar Faruqui Arrested: પોલીસ પ્રમાણે, શહેરના ફૉર્ટ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે હુક્કા પાર્લર ચલાવવામાં આવી રહ્યું હતું. ત્યા દરોડા પાડીને 4,400 રૂપિયા રોકડ અને 13,500 રૂપિયાની કિંમતના 9 હુક્કા પૉટ જપ્ત કરવામાં આવ્યા. સિગરેટ અને અન્ય તમાકુ ઉત્પાદ અધિનિયમની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. મુંબઈ પોલીસ તરફથી અટકમાં લેવાયાના સમાચાર બાદ મુનવ્વર ફારૂકીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પરથી ઍરપૉર્ટની એક તસવીર શૅર કરી છે. જેમાં કૅપ્શન આપ્યું છે, "થાક્યો હોવા છતાં ટ્રાવેલ કરી રહ્યો છું."

નોંધનીય છે કે, મુંબઈ પોલીસ (Mumbai Police)ના એન્ટી-નાર્કોટિક્સ સેલ (એએનસી)એ છેલ્લા એક મહિનામાં 3.25 કરોડ રૂપિયાની અંદાજિત કિંમતનું 16 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું છે અને 12 દાણચોરોની ધરપકડ કરી છે. એન્ટી-નાર્કોટિક્સ સેલના અધિકારીના જણાવ્યા અનુસાર, ધરપકડ સહર ગામ, નાલાસોપારા, સાંતાક્રુઝ, કુર્લા, ભાયખલા અને અન્ય વિસ્તારોમાંથી કરવામાં આવી હતી.

તેમણે કહ્યું કે, જપ્ત કરાયેલા ડ્રગ્સમાં એમડી, હેરોઈન અને ગાંજો અલગ-અલગ જથ્થામાં મળી આવ્યા છે. પોલીસે (Mumbai Police) સહર ગામમાંથી એક વ્યક્તિ, નાલાસોપારામાંથી બે, સાંતાક્રુઝમાંથી ત્રણ, દક્ષિણ મુંબઈમાંથી બે, કુર્લા અને ભાયખલામાંથી એક-એક વ્યક્તિ અને કુર્લામાંથી એક નાઈજિરિયન નાગરિકની ધરપકડ કરી અને તેમના કબજામાંથી રૂા. 2.24 કરોડનું એમડી જપ્ત કર્યું છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

તેમણે કહ્યું કે, અંધેરી (Mumbai Police)માંથી ગાંજો અને હેરોઈન સાથે અન્ય એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે, જેની કિંમત અંદાજિત 1.02 કરોડ રૂપિયા છે. વર્ષ 2023માં એન્ટી-નાર્કોટિક્સ સેલએ 106 કેસ નોંધ્યા હતા, જેમાં 229 ડ્રગ સ્મગલરની ધરપકડ કરવામાં આવી હતી અને તેમના કબજામાંથી રૂા. 53.23 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ મળી આવ્યું હતું.

આ વર્ષથી અત્યાર સુધીમાં 17 કેસ નોંધાયા છે અને 43 લોકોની ધરપકડ કરવામાં આવી છે. અધિકારીએ જણાવ્યું કે પોલીસે તેમની પાસેથી રૂા. 23.59 કરોડની કિંમતનું 30.843 કિલો ડ્રગ્સ રિકવર કર્યું છે અને રૂા. 4.05 લાખ રોકડા પણ જપ્ત કર્યા છે.

mumbai police mumbai crime news mumbai news Crime News munawar faruqui mumbai fort