નવી બસો ખરીદવા બેસ્ટે બીએમસી પાસે માગ્યા ૩૦૦૦ કરોડ રૂપિયા

01 December, 2023 10:15 AM IST  |  Mumbai | Sameer Surve

ગયા વર્ષે બેસ્ટના બજેટમાં ૧,૬૦૧કરોડ રૂપિયાની ખાધ હતી

ફાઇલ તસવીર

નાણાકીય વર્ષ ૨૦૨૩-’૨૪ માટેનું બજેટ બેસ્ટે રજૂ કર્યું હતું અને બીએમસી પાસે ૩,૦૦૦ કરોડ રૂપિયાની માગણી કરી હતી. બેસ્ટના જનરલ મૅનેજર વિજય સિંઘલે બીએમસીના કમિશનર આઇ. એસ. ચહલ સમક્ષ બજેટ રજૂ કર્યું છે. ગયા વર્ષે બેસ્ટના બજેટમાં ૧,૬૦૧કરોડ રૂપિયાની ખાધ હતી.

આ વર્ષે ૨,૫૧૩.૯૪ કરોડ રૂપિયાની ખાધ સાથે ૬,૮૭૨ કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. બેસ્ટના એક અધિકારીએ કહ્યું હતું કે બીએમસી પાસે જે સહાયની માગણી કરવામાં આવી છે એમાંની મોટા ભાગની રકમ નવી બસો ખરીદવા માટે છે.

માર્ચ ૨૦૨૩માં બેસ્ટે લગભગ ૧,૭૦૦ જેટલી જૂની બસો કાઢી નાખી હતી. માર્ચ ૨૦૨૪માં બેસ્ટ બીજી ૫૪૧ બસ કાઢી નાખશે. એક અધિકારીએ જણાવ્યું હતું કે બેસ્ટ અન્ડરટેકિંગે ૩,૩૦૦ જેટલી બસને કાર્યરત રાખવી પડે છે.

૨૦૦૯માં બેસ્ટે બસનાં ભાડાંમાં ધરખમ ઘટાડો કર્યો હતો જે અનુસાર એસી બસનું ભાડું ફક્ત ૨૫ રૂપિયા કરવામાં આવ્યું હતું.

brihanmumbai electricity supply and transport brihanmumbai municipal corporation mumbai mumbai news