02 July, 2023 12:22 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
મુંબઈના મરોલ વિસ્તારમાં 14 વર્ષના છોકરાનું એક બિલ્ડિંગના 22મા માળેથી પડી જવાને કારણે મોત થયું છે. મળતી માહિતી મુજબ આ બિલ્ડિંગનું નામ વસંત ઓએસિસ છે. ઉલ્લેખનીય છે કે જે તરુણનું મોત થયું છે એ પ્રખ્યાત અમેરિકન ડૉક્ટર અગ્રવાલનો પુત્ર છે. મળતી માહિતી મુજબ તે હાલમાં જ તેની માતા સાથે વેકેશન ગાળવા મુંબઈ આવ્યો હતો. સાંજે બિલ્ડિંગના 22મા માળેથી પડી જતાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
આ ઘટનાની જાણ થતા તરત MIDC પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. MIDC પોલીસે ઘટનાની તપાસ શરૂ કર્યા બાદ કેટલીક પ્રાથમિક માહિતી સામે આવી છે. તપાસમાં જાણવા મળ્યું કે છોકરો ડિપ્રેશનમાં હતો અને મોબાઈલમાં ગેમ રમતા રમતા નીચે પડી ગયો હતો. જે તરુણનું મોત થયું છે તેના પિતાનું નામ અનુપમ અગ્રવાલ છે. તેઓ અમેરિકામાં રહે છે અને તેઓ ત્યાંના પ્રખ્યાત ડૉક્ટર છે. દર ઉનાળું વેકેશનમાં ડો.અગ્રવાલ તેમની પત્ની, પુત્ર અને પુત્રીને લઈને મુંબઈ વેકકેશન ગાળવા આવતા હોય છે. આ વર્ષે પણ તે વેકેશન માટે મુંબઈ આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે છોકરાએ 22 માળની બિલ્ડીંગ પરથી કૂદકો માર્યો હતો કે પછી તેને જાણી જોઈને કોઈએ એને ધક્કો માર્યો હતો. મળતી માહિતી મુજબ પોલીસે વધુ તપાસ માટે મૃતક છોકરાનો મોબાઈલ ફોન કબજે કર્યો છે. મૃતક છોકરા પાસે આઈફોન હતો. તપાસમાં એવો પણ ખુલાસો થયો છે કે આ મોબાઈલમાં ઘણી બધી ગેમ હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે છોકરો ગેમ રમવામાં ટાસ્ક પૂર્ણ કરવા માટે ડિપ્રેશનમાં ગયો હોઈ શકે છે અને તે બિલ્ડિંગના બાવીસમા માળેથી પડીને મૃત્યુ પામ્યો છે.
આ છોકરાએ આત્મહત્યા કરી હોવાની આશંકા સાથે MIDC પોલીસે ઘટનાની તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસ બાદ જાણવા મળ્યું કે છોકરો ડિપ્રેશનથી પીડિત હતો. જાણવા મળ્યું છે કે મોબાઈલ ફોનમાં ગેમ રમતી વખતે નીચે પડી જતાં તેનું મૃત્યુ થયું હોઈ શકે છે. આ મામલે MIDC પોલીસે ADR દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
અંધેરી પૂર્વમાં મરોલ વિસ્તારમાં વસંત ઓએસિસ નામની બિલ્ડિંગમાં ડૉક્ટર અગ્રવાલ આવ્યા પરિવાર સાથે આવ્યા હતા. 30 જૂનની સાંજે તેમનો પુત્ર બિલ્ડિંગના 22મા માળેથી નીચે પડી ગયો હતો અને તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. MIDC પોલીસ બિલ્ડિંગ પરિસરમાં તેમ જ નજીકના વિસ્તારોમાં લગાવેલા તમામ સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસી રહી છે. આ કેસમાં આકસ્મિક મોત નોંધવામાં આવ્યું છે.