✕

મીઠી નદીના સ્કૅમમાં ફરી એકવાર એક્ટર ડિનો મોરિયાની પૂછપરછ

02 October, 2026 03:56 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Actor Dino Morea Questioned: મીઠી નદીમાંથી કાંપ દૂર કરવાના કામકાજમાં થયેલા કરોડો રૂપિયાના ગોટાળા સાથે સંબંધિત આ કેસમાં મુંબઈ પોલીસની ઈકોનોમિક ઓફન્સ વિંગ (EOW)એ ફરી એકવાર ડિનો મોરિયાની પૂછપરછ કરી છે.

ડિનો મોરિયા

મુંબઈ પોલીસે મીઠી નદીના કૌભાંડની કાર્યવાહીમાં બોલિવૂડ એક્ટર ડિનો મોરિયાની ફરી એકવાર પૂછપરછ (Actor Dino Morea Questioned) કરી છે. મીઠી નદીમાંથી કાંપ દૂર કરવાના કામકાજમાં થયેલા કરોડો રૂપિયાના ગોટાળા સાથે સંબંધિત આ કેસમાં મુંબઈ પોલીસની ઈકોનોમિક ઓફન્સ વિંગ (EOW) તરફથી આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 

શું છે આ કૌભાંડ?

બૃહન્મુંબઈ મહાનગરપાલિકા (BMC) દ્વારા મીઠી નદીની સફાઈ અને કાંપ દૂર કરવા માટે વિવિધ કોન્ટ્રાક્ટરોને કામ સોંપવામાં આવ્યું હતું. ઇન્વેસ્ટિગેશન એજન્સીઓ મુજબ કોન્ટ્રાક્ટરોએ ફૅક દસ્તાવેજો, ખોટા બિલ અને કાંપના પરિવહનની ખોટી ઈન્ફર્મેશન રજૂ કરીને પાલિકા પાસેથી ભંડોળ લીધું હતું. આરોપ છે કે આ ગેરરીતિના પ્રકરણને કારણે સુધરાઇને આશરે ₹૬૫.૫૪ કરોડનો ફટકો બેઠો છે. જોકે આ કેસમાં હાલ સુધી વિવિધ કોન્ટ્રાક્ટરો, મધ્યસ્થીઓ અને સુધરાઇના અધિકારીઓ સહિત ૧૩ લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આ કેસની તપાસમાં મેઇન આરોપી કેતન કદમના કૉલ ડિટેલ રેકોર્ડ (CDR) તપાસવામાં આવ્યા હતા. તેમાંથી ડિનો મોરિયા (Actor Dino Morea Questioned) અને તેના ભાઈ સેન્ટિનો મોરિયાના નામ જોડાયાં હતાં. તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે વર્ષ ૨૦૧૮થી ૨૦૨૨ દરમિયાન કેતન કદમ અને મોરિયા બ્રધર્સ વચ્ચે આશરે ૧૪ થી ૧૮ લાખ રૂપિયાના ટ્રાન્ઝેક્શન્સ કરવામાં આવ્યા હતા. ઉપરાંત કેતન કદમના એકાઉન્ટમાંથી સેન્ટિનો મોરિયા સાથે સંકળાયેલી કંપનીના ખાતામાં પણ ₹૧૮ લાખ ટ્રાન્સફર થયા હતા.

મીઠી નદી કૌભાંડ કેસની તપાસ માટે મુંબઈ પોલીસની સાથે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સુદ્ધાં સક્રિય બન્યું છે. ઇડી દ્વારા મુંબઈ અને કેરળના કોચી સહિત ૧૫થી વધુ સ્થળોએ રેઇડ પાડવામાં આવેલ. જૂન ૨૦૨૫માં ED દ્વારા ડિનો મોરિયા (Actor Dino Morea Questioned)ના મુંબઈસ્થિત નિવાસસ્થાને પણ રેઇડ પાડવામાં આવી હતી. અને મોરિયાભાઈઓની સમન્સ મોકલાવીને કલાકો સુધી પૂછપરછ કરવામાં આવી હતી. હવે આ કેસમાં મોટી અપડેટ સામે આવી છે કે એક્ટર ડિનો મોરિયાની ફરી એકવાર પૂછપરછ કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે મીઠી નદી મુખ્યત્વે વિહાર અને પવઇ લેકમાંથી નીકળી માહિમની ખાડીને મળે છે. ૧૭.૮ કિમી જેટલી લાંબી આ નદી મોન્સૂનમાં પાણીના નિકાલ માટે મહત્ત્વનો રોલ ભજવે છે. વર્ષ ૨૦૦૫માં મુંબઈમાં સર્જાયેલી પૂરની સ્થિતિ બાદ આ નદીની સફાઇ પર અને તેની ઊંડાઈ વધારવા પર વધુ ફોકસ આપવામાં આવ્યું હતું. ગત ૨૦ વર્ષમાં આ પ્રોજેક્ટ માટે રૂ. ૧૧૦૦ કરોડથી પણ વધુના કોન્ટ્રેક્ટ આપવામાં આપ્યા હતા. જોકે, આ કામકાજમાં ભ્રષ્ટાચારને કારણે સુધરાઇના કરોડો રૂપિયાનો દુરુપયોગ થયો હતો. હવે આ સમગ્ર પ્રકરણમાં ફરી એકવાર એક્ટર ડિનો મોરિયા તપાસના દાયરામાં આવ્યા છે ત્યારે આર્થિક વ્યવહારો અને મીઠી નદી સ્કૅમ (Actor Dino Morea Questioned) સંબંધિત તેની પૂછપરછ કરવામાં આવો છે.

mumbai news mumbai dino morea mithi river scam mithi river mumbai police enforcement directorate brihanmumbai municipal corporation