22 November, 2026 10:15 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
થાણે જિલ્લામાં ૧૭ વર્ષની એક ટીનેજરને તેની એક મહિલા મિત્રએ પાર્ટીમાં જવાનું કહીને બોલાવી હતી, જ્યાં બે પુરુષોએ તેના પર બળાત્કાર કર્યો હોવાનું પોલીસે શનિવારે જણાવ્યું હતું. ૧૬-૧૭ નવેમ્બરની વચ્ચેની રાત્રે બનેલી આ ઘટનાના સંબંધમાં પોલીસે ટીનેજરની મહિલા મિત્ર સહિત કુલ ચાર લોકો સામે ગુનો નોંધ્યો છે. પોલીસને આપેલી ફરિયાદમાં ટીનેજરે જણાવ્યું કે તેની ૨૫ વર્ષની મહિલા મિત્રએ તેને મીરા રોડ વિસ્તારમાં એક પાર્ટીમાં આવવા માટે કહ્યું હતું. ત્યાં હાજર બે યુવકોએ તેને બળજબરીથી દારૂ પીવડાવ્યો અને ત્યાર બાદ તેના પર બળાત્કાર કર્યો હતો ટીનેજરના આરોપ મુજબ આરોપીઓ તેની પાંચ ગ્રામ સોનાની ચેઇન પણ લઈ ગયા હતા. કાશીગાવ પોલીસ-સ્ટેશનના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર રાહુલકુમાર પાટીલે જણાવ્યું હતું કે ટીનેજર આખી રાત ઘરે પાછી ન આવી એટલે પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી ત્યારે આ ઘટના સામે આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે ભારતીય ન્યાય સંહિતા અને પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રૉમ સેક્સ્યુઅલ ઑફેન્સિસ (POCSO) ઍક્ટ હેઠળ ચાર લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપીઓએ તેમના મોબાઇલ ફોન બંધ કરી દીધા છે અને તેમને શોધવાના પ્રયાસો ચાલુ છે.