મુંબઈમાં ટ્રાફિક જૅમ માટેના ૧૩૯ બ્લૅક સ્પૉટ

21 September, 2026 11:51 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ સ્થળોનો અભ્યાસ કરીને અંતરાયો દૂર કરવાનો BMCનાં કમિશનરનો આદેશ

તસવીર : આશિષ રાજે

મુંબઈની ટ્રાફિક જૅમની સમસ્યાનો ઉકલ લાવવા બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશને હવે મોટો નિર્ણય લીધો છે. મુંબઈમાં ૧૩૯ બ્લૅક સ્પૉટ શોધી કાઢવામાં આવ્યા છે જ્યાં રસ્તો સાંકડો થઈ જવાને કારણે બૉટલનેક સર્જાય છે અને મોટરિસ્ટોએ અને રાહદારીઓએ હેરાન થવું પડે છે. એવા સ્પૉટ પરની એ સમસ્યાને ખાળવા યોગ્ય અભ્યાસ કરીને એ જગ્યાએ વચ્ચે આવતાં બાંધકામો યોગ્ય રીતે તોડી પાડીને કે હટાવીને એ સમસ્યાનો ઉકેલ લાવવા મ્યુનિસિપલ કમિશનર અશ્વિની ભિડેએ સંબંધિત અધિકારીઓને આદેશ આપ્યો છે. 
ટ્રાફિક જૅમની સમસ્યાને કારણે લાંબા સમય સુધી વાહનોએ એક જ જગ્યાએ ઊભા રહેવું પડે છે. એથી મોટા પ્રમાણમાં પ્રદૂષણ થાય છે એટલે ઍર ક્વૉલિટી પણ બગડે છે. જો ટ્રાફિકની સમસ્યા ઉકેલાશે તો ઍર ક્વૉલિટી પણ સુધરશે. ટ્રાફિક જૅમ થવાનાં અન્ય કારણોમાં સાંકડા રસ્તા ઉપરાંત ગેરકાયદે પાર્કિંગ, ગેરકાયદે ઊભાં કરી દેવાયેલાં બાંધકામો અને ગેરકાયદે બેસતા ફેરિયાઓનો અંતરાય મુખ્ય સમસ્યા છે એમ એક અધિકારીએ જણાવ્યું હતું. 

mumbai news mumbai brihanmumbai municipal corporation mumbai traffic police mumbai traffic