05 December, 2025 07:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની મતદારયાદીના રેકૉર્ડમાં અનેક વિસંગતતાઓ બહાર આવી રહી છે. એક વિશ્લેષણ મુજબ યાદીમાં ૨૮,૬૪૮ નામો એક વખત અને ૩ લાખથી વધુ નામો બે વાર નોંધાયાં છે. જ્યારે ૬૦,૦૧૨ નામ ૩ વખત, ૨૨,૫૦૫ નામ ૪ વખત, ૧૦,૭૧૩ નામ પાંચ વખત, ૫૯૬૨ નામ ૬ વખત, ૩૪૨૮ નામ ૭ વખત, ૨૦૬૧ નામ ૮ વખત, ૧૪૮૪ નામ ૯ વખત અને ૧૦૧૭ નામ ૧૦ વખત દેખાયાં છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ યાદીમાં ડુપ્લિકેટ મતદારો ઓછા છે અને ઘણાંબધાં નામ એક જ છે, પરંતુ લોકો અલગ-અલગ છે.